SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ ] શ્રી આનંદઘન-ચાવીશી જ રહેતું નથી. ત્યાર પછી આગળ વધતાં હું અગ્નિકાયમાં આવ્યું. ત્યાં મેં અનેક ભવ તેજસ્કાય–અગ્નિકાય તરીકે પસાર કર્યા. તેમને એક જ સ્પર્શેન્દ્રિય હોવાથી ત્યાં પ્રભુને દેખવાને સવાલ જ નહોતું. જ્યાં આંખ નથી, મન નથી, ત્યાં પ્રભુના દર્શનને સવાલ જ ક્યાં રહે? ત્યાર પછી નદીગોળપાષાણ ન્યાય અને અકામ નિર્જરાના બળે હું વાયુકામાં આવ્યું. વાયુકાયના જીવને પણ માત્ર સ્પર્શેન્દ્રિય હોવાથી અને મન ન હોવાથી ત્યાં પ્રભુમુખચંદ્ર જેવી અસાધારણ ચીજ જોઈ જ શકાય તેમ નહોતું, તેથી મેં એ ગતિમાં પણ પ્રભુને જોયા જ નથી. આ રીતે મારી અનેક રખડપાટ છતાં મને હજુ સુધી પ્રભુના મુખચંદ્રનાં દર્શન એક વાર પણ થયાં નથી. સૂક્ષ્મ નિગોદને અવ્યવહારરાશિ કહે છે. ત્યાર પછી તે બાદર એટલે દેખી શકાય તેવી નિગોદમાં આવે, ત્યારે તેને વ્યવહારરાશિ જીવ કહે છે. ત્યાર પછી એ અનેક વાર સૂક્ષ્મ નિગોદમાં જાય, તે પણ તે વ્યવહારરાશિ કહેવાય છે. આ અનંત સૂક્ષ્મ નિગોદમાં અને ત્યાર પછી એકેંદ્રિય પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય અને વાયુકામાં પ્રાણી અથડાઈ પછડાઈને આવે છે. જેમ નદીમાં સુંદર પાષાણુ હોય તેને કઈ ઘડવા જતું નથી, પિતાની મેળે અથડાઈને ઘડાય છે, તેમ મારા હાલ થયા અને અકામ નિર્જરા કરેતે કરતે હું આગળ વધતે ગયે; પણ આંખ ન હોવાથી પ્રભુને દેખી શક્યો નહિ. આ પ્રમાણે આનંદઘન અથવા અશુદ્ધ ચેતના શુદ્ધ ચેતનાને પિતાની થયેલી સ્થિતિ અને મુખચંદ્ર આટલા લાંબા અનંત કાળમાં જવાની પિતાને તક મળી નથી તે બતાવે છે. (૨) વનસ્પતિ અતિ ઘણુ દિહા, સખી દીઠે નહીં ય દીદાર; સખી બિ-તિ-ઉરિદી જલ લીહા, સખીગતસન્નિ પણ ધાર. સખી. ૭ પાઠાંતર–પ્રતમાં ‘વનસ્પતિને તી દીધ ર્યો છે એક છાપેલ પુસ્તકમાં ‘વનસપતિ એવો પાઠ છે. “ઘણ” સ્થાને પ્રતમાં “ ઘણી” પાઠ છે. “દિયા ' શબ્દને સ્થાને “દીહા’ શબ્દ એક પ્રતમાં છે. “ચઉરિદી’ પ્રતમાં ઉરદી” પાઠ છે અને “જલ’ શબ્દ વધારે છે. “પણ” સ્થાને એક પ્રતમાં “પણ” પાઠ આપ્યો છે.(૨) શબ્દાર્થ-વનસ્પતિ = ઝાડ કે છોડની વનસ્પતિકાયમાં ઘણા દિવસ ગયો, ત્યાં પણ મેં પ્રભુને દીઠા નહિ, દીઠા હોય તો ઓળખ્યા નહિ, જાણ્યા નહિ. અતિ અત્યંત. ઘણ=ઘણાં, બહુ, એકથી વધારે દિવા= દિવસે, અનેક દિવસો સુધી હું વનસ્પતિકાય એકેન્દ્રિયમાં ઉત્પન્ન થયો, પણ ત્યાં મન ન હોવાને કારણે પ્રભુને જોયા નહિ, જોઈને ઓળખ્યા પણ નહિ. દીઠે જોયે, જાણે, ઓળખ્યો. નહીં=નહિ, નહિ જ. ત્યાં પ્રભુને પિછાન્યા નહિ. દીદાર ચહેરે, મુખ, મુખડું. વનસ્પતિકાય એકેન્દ્રિયમાં પણ પ્રભુને દેખ્યા નહિ, જોયા હોય તો ઓળખ્યા નહિ. બિ=બેઇન્દ્રિય છે. હું જળો, પિરો વગેરે થયો, પણ ત્યાં મનને અભાવે પ્રભુને ઓળખ્યા નહિ. તિ=dઇન્દ્રિય થયો, માંકડ, જૂ વગેરે થયો, તેઈન્દ્રિયના અનેક ભવ કર્યા, પણ ત્યાં ભગવાનને ઓળખ્યા નહિ. બે-ત્રણ-ચાર ઈન્દ્રિયવાળા જીવને મન હોતું નથી. ચઉરિંદી વીંછી થયો, ભમરી થયો અને ચૌરિન્દ્રિયના અનેક ભવ કર્યા, પણ ત્યાં પ્રભુને ઓળખ્યા નહિ. જળલીહા–પાણીમાં રેલ લીંટી; પાણીમાં દેરેલ લીંટી તે જોતજોતામાં નકામી થઈ જાય છે, નાશ પામે છે, વધારે વખત ટક્તી નથી, એમ મારું ત્યાં જવું પણ નકામું થયું. એટલે આટલે સુધી આવ્યો, પણ ત્યાં પ્રભુને જોયા નહિ ગતિનિ=જેની સંજ્ઞા
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy