SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૯૧ ૭: શ્રી સુપાર્થ જિન સ્તવન પ્રભુને કોઈ પણ ગો બાધા-પીડા કરતા નથી. તેઓને શરીર તે છે પણ શરીરના મેગે જે હેરાનગતિ કરે છે તે પ્રભુને થઈ શકતી નથી. તેથી આવા અબાધિત યોગીને નમે, વંદ. આ ગાથામાં જે વિકાર બતાવ્યા તેમાં રાગ, મદ, કલ્પના રતિ, અરતિ, ભય, શેક અને દુર્દશા એ સર્વ માનસિક યોગે છે અને નિદ્રા અને તંદ્રા એ શારીરિક યોગ છે. આ સર્વ યેગે પ્રભુમાં ન હોવાથી તેઓ એક એક નામને ધારણ કરનારા થાય છે. એ અબાધિત ભેગી છે અને એ નામને સાર્થક કરે છે. (૫) પરમ પુરુષ પરમાતમા, પરમમેશ્વર પરધાન, લલના; પરમ પદારથ પરમેષ્ઠી, પરમ દેવ પરમાન, લલના. શ્રી સુપાસ. અર્થ—તેઓ જાતે પુરુષમાં ઉત્કૃષ્ટ છે (Superman) છે, અને ઊંચા પ્રકારના આત્મા હોઈ પરમાત્મા છે, અને તેઓ જાતે ઈશ્વર છે, આપણે પર રાજ્ય કરનાર છે અને તેઓ ઊંચામાં ઊંચા છે. વસ્તુઓમાં તેઓ ઉચ્ચ છે અને સર્વોત્કૃષ્ટ છે. અને સર્વ દેવેમાં મોટા દેવ છે અને જાતે પ્રમાણરૂપ છે. (૬) ટબો–પરમ ઉત્કૃષ્ટ પુરુષ પરાક્રમી, પરમાત્મા, નિરંજન આત્મા, પરમેશ્વર જગતનાયક પ્રધાન સર્વમાંહી છે. પરમ કહેતાં મોક્ષ તેહી જ અર્થ જેને પરમ જ્ઞાન તેહી જ ઈષ્ટ છે તે પરમઠ્ઠી કહીએ. ઉત્કૃષ્ટ લકત્તર ગુણે કરી દેવ છે તે ઉત્કૃષ્ટ નામ છે. એવાને પ્રણામ થાઓ અરહંતને (૬) વિવેચન—આગલી ગાથામાં પ્રભુનાં કેટલાંક નામે ગણાવ્યાં, આ ગાથામાં વધારે નામે આપવામાં આવેલ છે, આપણે તેને ભાવ સમજવા પ્રયત્ન કરીએ. પ્રભુ પરમ પુરુષ છે, તેઓ બધી રીતે Superman છે, તેઓ ઉત્કૃષ્ટ પુરુષ છે. તેઓ મહાપરાક્રમી હોવાથી અને બીજા સાધારણ માણસ હોય તેનાથી પારંગત હોવાથી તેઓ પરમ પુરુષના અભિધાનને બરાબર યોગ્ય છે. પ્રભુ પરમાત્મા છે. તેમને આત્મા પરમ છે, ઉત્કૃષ્ટ છે અને તેથી આપણે જે ચોથા સ્તવનમાં પરમાત્મસ્વરૂપને સમજી ગયા, તેવા પરમાત્મા હોવાથી તેઓ બહિરાત્મા અને પાઠાંતર–પરમેશ્વર” સ્થાને બે પ્રતમાં “પરમેસર” પાઠ છે, તે ભાષાફેરને લીધે છે; અર્થમાં ફેર નથી. પરમેષ્ટી ” સ્થાને બે પ્રતમાં “પરમીટ્ટી ” એવો પાઠ છે, તે પ્રાકૃતિને લીધે છે; અર્થ તે જ છે. (૬) શબ્દાથ–પરમપુરુષ = Superman, મોટામાં મોટો માણસ, પુરુષમાં પ્રધાન, પરાક્રમી, પરમાતમા = આપણે છઠ્ઠા સ્તવનમાં જોયા તેવા બહિરંગ અને અત્યંતર આત્માથી પણ વધે તેવા પરમાત્મા, સૌથી સુંદર આત્માવાળા પરમેશ્વર = જગતના નાયક, જગત પર શાસન ચલાવનાર. પરધાન = પ્રધાન; સર્વથી શ્રેષ્ઠ, ઉત્તમ, પરમપદારથ = મોક્ષરૂપ પોતે જ છે. એ પરમાત્મા પોતે પદાર્થોમાં ઉત્કૃષ્ટ છે પરમેષ્ઠી = ઉત્કૃષ્ટ જ્ઞાન જેને ઇષ્ટ છે તેવા, પરમ જ્ઞાન જેને ઈષ્ટ છે તેવા. પરમદેવ = ઉત્કૃષ્ટ દેવ, સૌથી મોટા દેવ. પરમાન = પિતે જાતે જ સિદ્ધ થયેલા પ્રમાણરૂપ. (૬)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy