SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ ] શ્રી આન‘ઘન-ચાવીશી અને સર્વ પ્રકારના ગ, આળસ, ખરાબ સ્થિતિથી વીતરાગ છે. અથ—તેઓના રાગદ્વેષ ગયેલા હેાવાથી તેએ કલ્પના, આનંદ (રતિ), પીડા (અરતિ), બીક (ભય), શાક, ઊ ંઘ, રહિત હાવાથી તેઓ મન-વચન-કાયાના યેગોથી પીડા વગરના છે. (૫) ઢો—વીત કહેતાં ગયા છે, રાગ કહેતાં ઇષ્ટપ્રાપ્તિના હર્ષી. મ તે પ્રાપ્ત વસ્તુને ઉત્કર્ષ, કલ્પના તે સંકલ્પજાલ, ઇષ્ટની બહુમાનતા તે રતિ, તદ્વિપરીત તે દીનતા તે અતિ, ભય તે પૂર્વોક્ત, શાક તે ગત વસ્તુ સંબંધી ખેદ-આક્રંદન આદિ, નિદ્રા તે ઊંઘ, તંદ્રા તે આળસ, દુર'દશા તે અશુભાધ્યવસાય. ઇત્યાદિક અશુભ દશાથી રહિત, એટલા જ માટે અખાધિતયાગ, સાધ્યા સકલ જોગ. (૫) વિવેચન—હવે આપણે પ્રભુનાં બીજા થાડાંક નામે પણ લઇએ. પ્રભુ વીતરાગ છે, તે રાગદ્વેષ વગરના છે; તે એમાં પણ રાગ મીઠો દુર્ગુણ હોવાથી ખાસ તે વગરના છે એમ કહી તે દ્વેષ વગરના છે એમ સમજાવી દીધું, કારણ કે દ્વેષ તે જાણી જવાય તેવેા દુગુ ણુ છે. પ્રભુ મદ-અભિમાન વગરના છે, વીતમદ છે. એ પ્રભુમાં જે અનેક ગુણા છે તેનું તેમને અભિમાન નથી. પ્રભુ કલ્પના રહિત છે. પેાતાનું શું થશે કે એવી કોઈ જાતની કલ્પનાજાળથી તેઓ રહિત છે. કલ્પના સ’કલ્પ-વિકલ્પ કરાવે છે, અનેક જાતના આહૃદોષટ્ટ કરાવે છે. આવી કલ્પનાના જાળા પ્રભુમાં નથી તેથી તેએ વીતકલ્પના છે. અને કોઈ પણ બાબતમાં પ્રભુ આરામ કરતા નથી. તેઓને તેમાં મજા આવતી નથી. આ વીતરુતિને તમે વાંદો, પૂજો. રતિ એટલે પ્રીતિ. પણ જેને કોઇ મારું તારું નથી, સં પેાતાનાં છે એવા પ્રભુમાં રાગ કે દ્વેષ જ ન હોય ત્યાં પ્રીતિની વાત જ કેમ હાય ? પ્રભુમાં અરતિ બિલકુલ નથી, તેથી તેઓ વીતઅરિત છે. અતિ એટલે આરામ કે પ્રેમથી ઊલટી દશા, જેમાં મનમાં ઉશ્કેરણી થાય અને પોતે શું નું શું કરી નાખે એવી ઉશ્કેરાણી થાય, તેથી પ્રભુ દૂર જ છે. તેએમાં અરિત નહાવાથી તેએ અરતિઅબાધિત નામને યેાગ્ય છે. તે ઉપરાંત પ્રભુને કોઇની ખીક લાગતી નથી. આવા ભીતિ વગરના પ્રભુ ખરેખર વીતભય છે. આવું નિ યપણું તેઓએ પેાતાની જાતમાં કેળવેલ હાવાથી તેઓ યાગ્ય રીતે વીતભય નામને યાગ્ય છે. પ્રભુ શાક વગરના છે, વહાલી વસ્તુના વિરહથી અથવા ન ગમે તેવી વસ્તુની સાથે તેમના સંયેાગ સબંધ થવાથી તેમને કોઇ પણ પ્રકારના ખેદ થતા નથી. આવા શાકથી અબાધિત પ્રભુ જ રહી શકે. દુનિયામાં તે વહાલાના વિયેાગે અનેક પ્રકારના શેક થાય છે, અને ધનના નાશ તે કેટલીક વાર શરીરને ખરાબ કરીને જીવિતવ્યના પણ નાશ કરાવે છે. પ્રભુ તે શેકથી અબાધિત હોવાથી આનદમાં રહે છે. વળી પ્રભુ વિનિદ્ર છે, એટલે નિદ્રા વગરના છે. ઉજાગર દશાને પ્રાપ્ત થયેલા હેાવાથી તેને ઊંધ આવતી નથી અને પ્રભુ તંદ્રા વગરના છે. તેમાં કોઈ જાતનું આળસ નથી, તેએ તે પેાતાની આત્મિક દશામાં જાગૃત છે, મન-વચન-કાયાના યાગ વગરના છે, અને જરા પણ તંદ્રામાં પડતા નથી તદ્રા એ ઊંઘ પહેલાંની સ્થિતિ છે. પ્રભુ તે નિરંતર જાગૃત રહેવા છતાં જરા પણ તંદ્રામાં પડતા નથી, આવા વિત...દ્ર પ્રભુને નમે, પૂજા, સેવા. તે ઉપરાંત પ્રભુ દુ શાથી તદ્ન રહિત છે.
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy