SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ : અભિનદન જિન સ્તવન [ ૧૩૫ ઘાતી ડુંગર ’—‘ઘાતી’ એટલે વિઘ્ન કરનાર અને ‘ડુંગર’ એટલે પહાડ. એટલે એના જેવાં મોટાં, આકરાં આવરણા એવા અર્થ સમજાય છે. અનેક આવરણામામાં આડાં પડ્યાં છે, ત્યાં મારી દન કરવાની કે આપને સાચે સ્વરૂપે એળખવાની તૃષા કેમ તૃપ્ત થાય ? જ્ઞાનાવરણ ક`ના ડુંગરા આપને સાચે સ્વરૂપે સમજવા ન દે; કાંઇક ઝાંખી થવાની તક મળે ત્યાં વાદવિવાદ કે હેત્વાભાસની ઝપટમાં નાંખી દે, પૂરતી સમજણને અભાવે શ’કા-ક’ખામાં કે એકાંત ગ્રાહમાં સપડાવી દે. આવા ઘાતી ડુંગરોના ચેડા દાખલાએ યેગીરાજે પોતે આપ્યા છે તે પૂરતા છે. અને તે ઉપરાંત ઘાતી ડુઇંગોની સંખ્યા ઘણી મોટી છે. રાગદ્વેષનાં દ્વંદ્દ, મતના આગ્રહ, બુદ્ધિના દુરુપયોગેા અને સ`થી વધારે સાંસારિક દશા તરફનું આકષ ણુ દર્શનની આડે આવે છે અને સાચા દનનું ભાન થવા દેતાં નથી. 6 જૈનના કર્માંના સિદ્ધાંત આ ‘ ઘાતી' શબ્દને પારિભાષિક બનાવે છે. કર્માંના એ વિભાગ પાડવામાં આવે છે : ઘાતી અને અઘાતી. ચેતનના મૂળ ગુણુ જ્ઞાન-દન-ચારિત્ર-વીય-ઉપયાગ વગેરેના પરિપૂર્ણ કે ઓછા-વધતા ઘાત કરે તે ઘાતી કર્યાં કહેવાય છે. તેના ચાર પ્રકાર બતાવ્યા છે : જ્ઞાન-જાણપણાને વધતા-ઓછે કે સંપુણ ઘાત કરે તે જ્ઞાનાવરણીય કર્યું. સામાન્ય આધ થતા અટકાવે તે દનાવરણીય કમ, બુદ્ધિને ચક્કરમાં નાખી રાગદ્વેષના આશ્રય કરાવી મનેવિકાર દ્વારા, કષાય દ્વારા, વેદોદય દ્વારા વન (ચારિત્ર) પર અસર કરે તે ચારિત્રમેહનીય અને ખુદ દનની આડે આવે તે દશનમેહનીય એ ત્રીજુ અતિ આકરું માહનીય ક`. અને ચેતનની શક્તિને ખીલવા ન દે તે અતરાય ક. આ ચારે ઘાતી કર્મો દર્શનની આડે મેટા ડુંગરાની જેમ પડેલાં છે. બાકીનાં અઘાતી કર્મો વેદનીય, આયુષ્ય, નામ અને ગાત્ર એ સંસારમાં રખડાવનાર તેા જરૂર છે, પણ એ ચેતનના મૂળ સ્વભાવને ઘાત કરનારાં નથી. આ કમ ગ્રંથના સ્વતંત્ર વિષય પર જુદા ઉલ્લેખ કર્યો છે.૧ અહીં કહેવાની ખાખત એ છે કે એ ઘાતી કર્મ દર્શીન પ્રાપ્ત થવા દેતાં નથી. અને તેવા ઘાતી ડુંગરો બે-ચાર-પાંચ નથી, પણ અતિ ઘણા છે. પણ મારે તે એ રસ્તે જવું જ છે. મેં અજિતનાથ મહારાજના પથડો નિયુાળવાના સંકલ્પ કર્યો છે અને સંભવનાથ ભગવાનની સેવના કરવા માટે ભૂમિકાશુદ્ધિ કરવાના પ્રસ`ગે જાણી લીધા છે. એટલે હવે મને દનને માગે ચઢવા આકાંક્ષા થઈ છે; મને એ દનની અનેકાંત પદ્ધતિ અને ચેતનની મૂળ દશાએ એ તરફ આકર્ષ્યા છે, ત્યારે હવે આ ઘાતી ડુંગરશે આડા આવે છે, અને મને દન થવા દેતા નથી. ત્યારે માદનને અંગે હવે તે એક મા રહે છે અને તે એ કે થવાનું હોય તે થાય, હું તે ગમે તેમ કરીને રસ્તે મેળવી લઉં. જ્યારે પ્રાણીને ચારે તરફ મુસીબતા લાગે છે, ત્યારે પછી એ ગમે તેમ કરીને કાર્ય સાધવાની લતમાં પડી જાય છે અને ત્રાગું કરવાની લાઈન ઉપર ઊતરી જાય છે. મુમુક્ષુ કહે છે કે આવી કાઈ જબરદસ્તી કરી આ રસ્તે સંચાર કરું તે તેમાં પણ અગવડ છે; તે હવે બતાવે છે. : ૧. જુએ મારા · જૈન દૃષ્ટિએ મ` ' નામક લેખ.
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy