SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ] શ્રી આનંદઘન-વીશી સંગ્ર”—અસલ એક ગામથી બીજે ગામ જવું હોય તે રસ્તે ન ભુલાય તેટલા માટે મિયાને સાથે લેવા પડતા હતા. આવા ભેમિયા અથવા રખેવાળને સેંગૂ અથવા સેગૂ કહેવામાં આવતા હતા. એ મારવાડી ભાષાને શબ્દ છે. હિંદી કે ગુજરાતી કઈ પણ કષમાં એ શબ્દ મળતું નથી, પણ ચાલુ ઉપગમાં વપરાતે શબ્દ જણાય છે. ભગવાનને આ મુમુક્ષુ કહે છે કે કદાચ ધીઠાઈ કરી–ધષ્ટતા કરી–રસ્તે સંચાર કરું તે માર્ગદર્શક–સથવારે મળતું નથી. એટલે મારે તે બાર ગાઉની અટવીમાં ચક્કરે ચઢી જવાનો ઘણે સંભવ રહે છે. અહીં સેવક ભગવાનને જણાવે છે કે તમારા દર્શનને પ્રાપ્ત કરવાને રસ્તે ચઢે તે મને માર્ગ બતાવનાર સાથે મળતું નથી. એટલે રસ્તામાં આવતાં ડુંગરા, નદીનાળાં અને ઝાંખરામાં હું તે કયાંનો ક્યાં ચાલ્યો જાઉં, અને અટવીમાં ભૂલે પડી જાઉં. “સેંગૂ ” તરીકે કામ કરનારા કાં તે મળતા જ નથી અથવા કઈ ઢોંગ કે ધષ્ટતા કરી ભેમિયા હોવાનો દાવો કરનારા હોય છે, તે પિતે પણ રસ્તે જાણનારા હતા નથી, એટલે એવા ભેમિયા મળ્યા તે ન મળ્યા બરાબર જ ગણાય. શાસ્ત્રકાર આવા ખોટા માર્ગદર્શકની સામે ચેતવણી આપતાં છ પ્રકારની જયણું રાખવાનું બતાવે છે. તે જણાવે છે કેઃ (૧) અધકચરા, વિમાર્ગગામી, કૃતીથ કે સંસારરસિયા માર્ગદર્શકને “વંદન” ન કરવું. (૨) બીજું, એવા અધૂરા અપાત્રને “નમન” ન કરવું, એટલે પદ્ધતિસર-વિધિપૂર્વક એને નમવું નહિ. વંદન બાહ્ય વંદન હોઈ વધતે ઓછે અંશે ઔપચારિક હોય છે, ત્યારે વિધિપૂર્વક થાય તેને નમન કહેવામાં આવે છે. હાથ જોડવા તે વંદન, માથું નમાવવું તે નમન. (૩) એવા સંસારષિઓને “દાન” ન આપવું. એવાને દાન આપવાથી અગ્યનું પોષણ થાય અને સાચા ધર્મને બદલે અનેક માણસને આડે રસ્તે ચઢવાનું નિમિત્ત પાકું થાય. (૪) અને વારંવાર આપવાના પ્રસંગો ઊભા કરવા તેને “પ્રદાન” કહેવામાં આવે છે. એથી પોતાની જાતને અને અન્યને માટે નુકસાન થવાના પ્રસંગો ઊભા થાય છે. (પ-૬) એવા સંસારપોષક કહેવાતા ઉપદેશકે કે પ્રચાર સાથે “આલાપ” અને “સંલાપ” ન કરો. એક વખત બોલવું તે આલાપ કહેવાય, અથવા વગર બેલાબે સામાની સાથે વાતચીત ઉપાડવી તેને આલાપ કહેવાય અને વારંવાર વાતચીત–ચર્ચા કરવી તે સંલાપ કહેવાય. આવી રીતે અન્ય તીથીની સાથે જ પ્રકારનો વહીવટ કરતાં ખૂબ સંભાળ રાખવી તે છ પ્રકારની યતના કહેવાય. કોઈ કઈ આ જયણના છ પ્રકારનો અર્થ એવો કરે છે કે તમે અન્ય ધમની સાથે વાતચીત, પરિચય કે સેબત કરે, તેને કાંઈ આપ-લો અથવા તેની સાથે વ્યવહાર કરે, તે તમારુ સમકિત ચાલ્યું જાય. આ અર્થ બરાબર નથી. વાત એ છે કે જ્યાં સુધી તમે પાકા માર્ગદર્શની ન થઈ ગયા હો ત્યાં સુધી આ નિમિત્તવાસી આત્માને બેટી સેબતે પણ ચઢાવવા જેવો નથી. એટલે અન્ય મત તરફ જરા પણ ધૃણા બતાવ્યા સિવાય અને પરમસહિષ્ણુતાના આદરણીય ગુણ તરફ જરા પણ અવફાદારી બતાવ્યા સિવાય માર્ગદર્શનના અભિલાષીને ચેતવણી આપી શકાય કે ભાઈ! તમે જેની તેની સાથે પરિચય કરતાં, વાતચીત કરતાં સાવધાન રહેશો.
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy