SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ] શ્રી આનંદઘન-ચાવીશી દીઘદૃષ્ટિવાળા, નવયુગ અને પ્રાચીન યુગને સમજનાર અને ધર્માંનાં પરસ્પરાવલ'બી સૂત્રો અને વિધિઓને યથાચિત મૂલ્ય આપી અપનાવનાર ગુરુના યાગ થવાની મુસીબત ભારે છે, એ વાત ખૂબ સમજી લેવા જોગ છે. (૩) ઘાતી ડૂંગર આડા અતિઘણા, તુજ દરસણ જગનાથ; ધીઠાઈ કરી મારગ સંચ, સેગ્ કાઈ ન સાથ. અભિનંદન ૪ અ—-હે જગતના નાથ ! મારા દેવ ! તારા સાચા દશનની આડે આવનાર અનેક ઘાતી ડુંગરી-પહાડો વચ્ચે પડેલા છે અને પક્કાર્થ કરી કદાચ રસ્તે પડી જ, ચાલવા માંડું, તે માર્ગ દેખાડે તેવા કોઇ સથવારા પણ નથી. (૪) ટમે—ઘાતી કર્મરૂપી ઘણા ડુંગરા વચમાં પડ્યા છે, તમારું દર્શન પામવાને હે જગનાથ ! પોતાની પીઠાઈને અવલ બીને હુઠાનુજોગે કરી તે માગે સંચરુ તે કોઈ સાથે સાથીઓ –માર્ગ દેખાડનાર જ્ઞાતા પુરુષ-સાથે નથી. (૪) વિવેચન—અને મારા નાથ ! તમારું દર્શન પ્રાપ્ત કરવાની આડે અનેક ડુંગર પડેલા છે. દનની આડે તેા નાની સરખી ભીંત હોય તેપણ દન અટકી જાય, તે તમારા સાચા દર્શીનની આડે તે માટા મોટા ડુંગરો દેખાયા કરે છે. અત્યાર અગાઉ ઉપર રજૂ કરેલ ડુગરાના સ'ગ્રહ આ પ્રમાણે થાય : ૧. મતવાળાના પોતાના મત સ્થાપવાના આગ્રહ. ૨. સામાન્ય રીતે દશનપ્રાપ્તિની દુલભતા. ૩. નિણ્ય પર આવવાની તેથી પણ વધારે મુશ્કેલી. ૪. મદના નશા તળે અને અંધકારની અસર તળે સ્વરૂપદનની અશકયતા. ૫. ન્યાય—તની દલીલબાજીની જટિલતા. ૬. નયવાદની દુગમતા. ૭. ગુરુગમની મુસીબત. ૮. સાચા માર્ગોંદ કની ગેરહાજરીને પરિણામે આગમવાદમાં જામી પડેલા વિષવાદ. આટલા ઘાતી ડુંગરોની વાત કરી. તે ઉપરાંત દશનની આડે આવનારા અનેક ઘાતી ડુઇંગરો માગ માં પડેલા છે. જ્ઞાનાવરણીય કર્મો, દશ નાવરણીય કર્મા, દÖનમાડુનીયની વિપુલતા અને અંતરાયકમાં—એ પ્રત્યેક અને એ પ્રત્યેકના પેટાવિભાગેા માટા ડુંગર જેવા છે. પાઠાંતર—ધાતી – ધાતિયાં. ડૂંગર – ડૂ ંગર હા. દરસણ – દરસણુ, મારગ – માગિ. સાંચ ુ – સાંચરું. (૪) શબ્દા—ધાતી = અડચણ કરનારા, વિઘ્ન કરનાર; ક`નું વિશેષણ; જૈન પારિભાષિક શબ્દ છે ( વિવેચન જુએ ). ડૂંગર = પર્યંત, આડે આવતી ચીજ, આડા = વચમાં, અતિધણા = ધણા વધારે, ખૂબ સંખ્યામાં, તુજ = તારા, તમારા. દિરસણ = દર્શીન, સ્વીકાર, ભાવશ્રદ્દા, ભેટ, અવલોકન. જગનાથ = દુનિયાના પ્રભુ, ભગવાન. ધીઠાઈ = ધૃષ્ટતા, બેશરમીપણું, ખંધાઈ, બેદરકારી. કરી = સ્વીકારી, અમમાં મૂકી. મારગ = રસ્તે. સંચરું = ચાલી નીકળું, કૂચ કરું. સેંગુ = માગ બતાવનાર, રસ્તા દેખાડનાર, ભામિયા, સાથી. (આ શબ્દ ગુજરાતી, હિંદી કે સંસ્કૃત કોષમાં નથી; પ્રચલિત લાગે છે. ) કોઈ = ગમે તે એક. સાથ = સેાબત, સથવારામાં. (૪)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy