SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૪: શ્રી અભિનંદન જિન સ્તવન [ ૧૩૩ યેગે. ૪. દેવાભિયોગેણ. ૫. ગુરૂનિગ્રહ. ૬. વૃત્તિકાંતાર. સમક્તિનાં ૬૭ અધિષ્ઠાનમાં આ છે પ્રકાર છે. સ્વીકારેલ નિયમમાં આ છ પ્રસંગેએ અપવાદ કરવાથી અભિગ્રહને ભંગ થતો નથી. (૧) એમાં રાજા અથવા રાજ્યને હુકમ પ્રથમ સ્થાન લે છે. રાજાના હુકમથી ન જવું હોય ત્યાં જવું પડે, ન ખાવું હોય તે વખતે ખાવું પડે, રાજ્યના હુકમ નીચે ચેકસ સંયોગોમાં આ અપવાદસેવનની પરવાનગી લઈ શકાય તેની વ્યવસ્થા ગુરુગમથી અનુભવે સાંપડે. (૨) નાતજાત-સંઘ-દેશના હિત ખાતર અપવાદ સેવે પડે તે ગણુભિયેગેણ કહેવાય છે. (૩) ત્રીજો બેલાભિયોગેણને પ્રકાર સામે બળવાન માણસ જેર કરીને મારીને મુસલમાન બનાવે, અભક્ષ્ય વસ્તુ માં નાખી દે એવા પ્રસંગે નિયમભંગ ન થાય એવા પ્રકારની અપવાદને તળવાની શક્તિ પ્રાપ્ત થાય તેને “બલાભિગ” નામને આગાર કહેવામાં આવે છે. (૪) “દેવાભિયોગમાં દેવતા ચલાયમાન કરે, દિવ્ય શક્તિથી માનવી શક્તિને વિકળ કરે, મરણાંત કષ્ટ કરે, તેને પ્રસંગે અપવાદ સેવવો પડે તેથી નિયમને ભંગ થતું નથી (૫) “ગુરુનિરાડુ માં માતાપિતા, શેઠ, વિવાદાતા વગેરે વડીલ વર્ગને સમાવેશ થાય છે. ગુરુ કે માબાપ કાંઈ કહે તે અનિચ્છાએ કરવું પડે, એવા પ્રસંગને ઓળખવા અને ઓળખીને તે વખતને યોગ્ય અપવાદ સેવવાના જ્ઞાનને અંગે ગુરૂગમ અને પરંપરાજ્ઞાનની જરૂરિયાત રહે છે. (૬) અને છઠ્ઠો આગાર વૃત્તિકાંતાર ને બતાવ્યું છે. એમાં ભારે સમજણ અને દીર્ધદષ્ટિ છે. વૃત્તિ એટલે આજીવિકા, એ જ કાંતાર એટલે વન. બને ત્યાં સુધી ખેંચે, પણ ખેંચવાની શક્તિ પણ ન રહે તે પ્રસંગે અપવાદ સેવ પડે, તે છઠ્ઠો વૃત્તિકાંતાર આગાર. આ છયે આગારનું સ્વરૂપ ગુરુગમથી જણાય. આવા પ્રસંગે સમજવામાં અને તે પ્રસંગે વર્તન કરવામાં પણ ગુરૂગમની જરૂર કહે છે. એટલે જ્યાં આગમની નિશ્રાએ જાણવું-સમજવું કે વર્તવું હોય ત્યાં ગુરુગમ ન હોય તે સર્વ ઝેર બની જાય છે, માટે આગમવાદને જે કેર જેવો બનવા ન દે હોય તે ગુરુગમની જરૂરિયાત ઘણી છે. અને દરેક ગુરુ થવાની ગ્યતાવાળા દેતા નથી. માત્ર વાંચન ઘણું હોય તેથી ગુરુ થઈ જવાતું નથી. દીર્ઘ અભ્યાસ, શાંત આસેવન, શ્રદ્ધાપૂર્વક ધર્મનું પચાવન થયેલ હોય, તે ગુરુ થઈ શકે, તે માર્ગદર્શન કરાવી શકે અને તેની આસેવના દ્વારા દર્શનપ્રાપ્તિ થાય ત્યારે માગ મળે. અહી સાચા માર્ગનાં દર્શન કરવાને અંગે આ ગાથામાં ત્રણ પ્રકારની મુશ્કેલી બતાવી : ૧. તર્ક અને ન્યાય અથવા હેતુ અને વાદવિવાદ અટપટા છે. ૨. નયવાદની સમજણ મેળવવી મુશ્કેલ છે. અને ૩. પરંપરાના જ્ઞાન વગર અથવા સંપ્રદાયના સાધક ગુરુ વગર આખો વિષવાદ થઈ જાય છે, અને જિનદેવના દર્શનની તરસના અણુસંતોષાયેલી રહે છે. આવી રીતે દર્શનપ્રાપ્તિની દરાપતા વધારે સાલે છે. ત્યારે હવે શું કરવું ? એટલે પાછી વિચારપરંપરા આગળ ચાલે છે, અને દર્શનપ્રાપ્તિ કઈ રીતે થાય તેના માગશોધનનું કાર્ય વધારે તીવ્ર બને છે. સબળે”—એટલે આકરો. આ કાળમાં નિષ્પક્ષ, નિરભિમાની, સ્વયંપ્રેરિત અને પૂર્ણ
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy