SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ર ] શ્રી આનંદઘન-ચાવીશી કરવા-કરાવવામાં, વિશાળ વાચન, પરંપરાનું જ્ઞાન, મનુષ્યસ્વભાવનું અવલેકન અને દરેક બાબતને આપવા યોગ્ય ઓછી-વધતી અગત્યની તુલનાશક્તિ જોઈએ. આ તુલનાશક્તિ ઘણું વિશાળ વાચન પછી, ખૂબ અભ્યાસ પછી અને ગુરુકુળવાસ સેવ્યા પછી જ આવે. એમાં એકલું વાચન કામ ન આવે. એટલે આગમવાદને અંગે સ્થિર પ્રકૃતિના વિશાળ વાચન અને બહોળા અનુભવવાળા ગુરૂગમની બહુ જરૂર રહે છે. ગુરુગમ_એટલે જાણકાર ગુરુ-ઉપદેશકની દોરવણી. આનું મહત્ત્વ બહુ મોટું છે. સંપ્રદાયજ્ઞાન વગર કેવી સ્થિતિ થાય તેને દાખલે મેં એક વાર અનુભવ્યું હતું. અમેરિકાથી તાજા અહીં આવેલ એક જનધર્મના અભ્યાસી (સ્કલર) સાથે ચર્ચા દરમ્યાન જ્યારે “રજોહરણ” સંબંધી વાત ચાલતી હતી ત્યારે મેં એને ચરવળ બતાવ્યો, એટલે એ તે ખરેખર હર્ષના આવેશમાં કૂદી પડ્યો. એણે ઘ, ચરવળે કે પૂજણી નજરે જોયેલ નહિ. એનો અર્થ કરતાં એણે “ઝાડુ” શબ્દ વાંચેલે, એટલે એના ખ્યાલમાં broom એટલે લાંબા હાથાવાળું ઝાડું કે સાવરણી કે સાવરણો જ કલ્પેલ હતાં. પણ રોડરણને નજરે જોતાં એને સંપ્રદાયજ્ઞાન, સંવિલગ્ન વ્યવહાર અને ગુરૂગમના જ્ઞાનની આવશ્યકતા ખ્યાલમાં આવી અને તે એણે સરળ ભાવે સ્વીકારી. મતભેદો, ગ૭ભેદો, સંપ્રદાયભેદ કે કિયા થાય છે તે પણ આ સંપ્રદાયજ્ઞાન અને વિશાળ દૃષ્ટિના અ૫ભાવ કે અભાવને લઈને જ થાય છે. અનેકાંતવાદની પ્રરૂપણા કરનાર જ્યારે પિતાને તે વાદ લગાડવાની કક્ષામાં આવી જાય છે ત્યારે એ પાકા એકાંતિક બની જાય છે. એને બને સ્થાને સત્ય હોઈ શકે એમ બેસતું જ નથી. ચોથને દહાડે સંવત્સરી કરનારા પાંચમમાં માનનારા અસત્ય બોલનાર, માર્ગ લેપનાર મિથ્યાત્વી માને. અને આ રીતે, સામાનું દૃષ્ટિબિન્દુ નહી સમજવાને કારણે, વૈરવિરોધ વધતાં જાય, પછી મોરચા મંડાય અને એ તેફાનમાં સત્ય માર્ય" જાય! સાચી દોરવણી મળે, સંપ્રદાયજ્ઞાન થાય, સત્યને ઈજારો એક સ્થાને હોઈ શક્ત નથી એટલું જણાય, તે એકાંત સત્યપ્રાપ્તિની ચાવી અમુકને જ મળી ગઈ છે એવો દાવો ન કરે આ ગુરુગની મહત્તા છે. વિષવાદ—કેટલાક સૂક્ષમ ભાવે, પદાર્થનાં સ્વરૂપ ગુરુગમ વગર પ્રાપ્ત થાય જ નહિ. મહપત્તિ છે, એના હેતુ શા, એ સર્વ ગુરુમડારાજ શિષ્યને સામે બેસાડી શીખવાડે; એમ ન થાય તો આગમવાદ આ વિષવાદ થઈ પડે. વિષવાદ એટલે ઝેર થાય, તકરાર થાય તેવી બોલચાલ, ગચ્છના ભેદના ભવાડા–આ વિષવાદના નમૂના છે. એમાં સત્યશોધનની વૃત્તિ પર હડતાલ પડેલી હોય છે, એમાં અંગત અભિમાનની તમના જ મુખ્ય ભાગે હોય છે. એ મતભેદ, ગારભેદ, સંપ્રદાયભેદને સમજવા માટે ગુરુગમની જરૂર છે, તે જ પ્રમાણે વસ્તુના સૂક્ષમ ભાવે સમજવા માટે ગુરૂગમની જરૂર છે. ઘણું જ્ઞાન લખાયેલ નથી, ગુરુએ શિષ્યને સામે બેસાડીને સમજાવેલ હોય છે અને તે પરંપરાથી ચાલ્યું આવતું હોય છે. એના દાખલામાં છ આગાર વિચારવા ગ્ય છે. એમાં બહુ મહુવના અપવાદના માર્ગો હોય છે, તે ગુરુગમ વગર સમજાય જ નહિ. તેના છ પ્રકાર નીચે પ્રમાણે છે : ૧. રાયાભિયોગે) ૨. ગગુભિયાગે. ૩. બલા ભિ
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy