SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ ] શ્રી આનંદઘન ચાવીશી (૨) પારકાની પાસેથી જીવાજીવાદિ ભાવ જાણે, તે સાંભળી તેવેા ઉપદેશ વાર'વાર સાંભળવાની લાલસા થયા કરે, ઉપદેશશ્રવણમાં આહ્લાદ આવે, એમાં એકતા જામે, એની હોંશ થયા કરે તે ઉપદેશરુચિ. (૩) પ્રાણી રાગ, દ્વેષ કે અજ્ઞાનથી અસત્ય ખેલે છે, એ ત્રણે દોષો જેના નાશ પામી ગયા હાય તે ખોટી વાત ન કરે, એ ભળતી વાત ન કરે : આવી વીતરાગની વીતરાગતા તપાસી તેની આજ્ઞા તરફ અંતરના આદર દાખવે, એવા પ્રાણી અજાણે પણ જૂઠું ન બેલે એવી ભાવના એ આજ્ઞારુચિ (૪) સૂત્રસિદ્ધાંતને ભણવાની–સાંભળવાની અંતરથી ઇચ્છા રહે, એને માટે ચાહના થયા કરે, એમાં પરમ હિતકારી સત્ય રહ્યુ છે અને ત્યાંથી સાચું માદન થાય છે એવી અંતરની વલણ તે સૂત્રરુચિ. (૫) મુદ્દાની વાત પકડી લે, વસ્તુની જડ પકડે, મુદ્દાની ચાવી હાથ કરી લે અથવા કરવાની ઊડી ભાવના રાખે, ઘેાડું જાણતાં અંદરની બુદ્ધિપ્રભાથી વિસ્તાર કરી લે, ન કહેલી વાત ઉઠાવથી સમજી જાય, પાણીમાં પડેલા તેલના ટીપાની માફક બુદ્ધિવિસ્તારથી ફેલાવે તે બીજચિ. (૬) મૂળ અંગ, ઉપાંગ અને પ્રકીર્ણુ ગ્રંથા ઉત્તરાધ્યયનના મૂળ તથા અના જાણુપણાને માટે અંદરથી રુચિ જાગે, એના અર્થ જાણવા-વિસ્તારવા માટે તમન્ના લાગે તે અભિગમરુચિ. (૭) ધર્માસ્તિકાય વગેરે છ દ્રવ્ય, તેના ભાવા, દ્રવ્ય, ગુણ, પર્યાય, ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યને પ્રત્યક્ષપરોક્ષ પ્રમાણથી સ્યાદ્વાદશૈલીથી જાણે, સ્યાદ્વાદનું સ્વરૂપ જાણવાની ઉત્કંઠા રાખે તે વિસ્તારરુચિ. (૮) જ્ઞાન, દર્શન, ચારિત્રને અંગે ક્રિયા કરવામાં આનંદ આવે, બાહ્ય-અભ્યંતર તપ, વિનય, સમિતિ, ગુપ્તિની ક્રિયા કરવામાં મેજ આવે, કરનારને સહાય કરવામાં રસ પડે તે ક્રિયાશિ. (૯) ઘેાડું કહેવામાં ઘણું સમજી જાય, બુદ્ધિના ઉપયાગ સારગ્રાહીપણામાં કરે, ચિલાતિપુત્ર ત્રણ શબ્દમાં ધર્મ પામી ગયા તેમ મુદ્દાને પણ ટૂંકો ભાગ પકડી લે, સરળતાથી અને નિપુણુતાથી ઘેાડું કહ્યે ઘણું સમજી જવામાં લાભ માને તે સંક્ષેપચિ. (૧૦) અસ્તિકાયનું સ્વરૂપ જાણવા, હેય ઉપાદેયને આળખવા, સ્વભાવ અને પરભાવને ભેદ પારખવા અને પોતાનું ખરું હિત કયાં અને શેમાં છે તે શેાધવાની અંતર’ગથી લાગણી હોય તે ધમ ચિ. આવા પ્રકારની રુચિવાળા જીવેા મિથ્યાત્વના ત્યાગ કરી દન પામે છે. એ દનને ખરાખર સમજવું એટલે જૈન દનને સમજવા જેવું છે, કારણ કે આખા તત્ત્વજ્ઞાન અને ક્રિયાવિજ્ઞાનના પાયે દશનશુદ્ધિ, દશનવિજ્ઞાન અને દર્શીનની ચાખવટમાં છે. દર્શીન સમ્યક્ત્વ કે પર સાચી સહૃા અને અંતરગની શ્રદ્ધા પર ખૂબ વિસ્તાર કરવા યોગ્ય છે. સમકિતનાં ૬૭ સ્થાન સમજવા યાગ્ય છે અને સમજીને અનુકરણ યોગ્ય છે. આ ચેાથા સ્તવનના વિવેચનમાં આ દનની અનેક લક્ષણાએ પર વિસ્તાર થશે. અહીં એ સમ્યકત્વનાં પાંચ લક્ષણા વિચારી ૧. લક્ષણ = સ્વરૂપપ્રતિપાદક ધર્માં; Characteristic attributes,
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy