SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૩: અભિનંદન સ્તવન [૧૧૧ જઈએ. તે પાંચ આ પ્રમાણે છેઃ સમ, સંવેગ, નિર્વેદ, આસ્તિક્ય અને અનુકંપા. બહુ સંક્ષેપથી આ લક્ષણોને અત્ર વિચારી જઈએ : સમ—રાગદ્વેષની મંદતાના પ્રમાણમાં સમની વૃદ્ધિ થાય છે. સુખ-દુઃખના પ્રસંગે હર્ષ-વિષાદ ન થાય તે સમ. એ જાણે અને માને કે પાપને ઉદય થાય ત્યારે દુઃખ થાય, પુણ્યનાં ફળ મળે ત્યારે સગવડ કે લહેરના પ્રસંગે થાય અને ત્યારે સુખ દેખાય. એ બન્નેમાં રાએ નહિ, લેવાઈ જાય નહિ, ઊંડાણમાં ઊતરી જાય નહિ, ગભરાઈ જાય નહિ, તે “સમગુણ.” એના મનની સ્થિરતા એકસરખી સર્વ સંગમાં હોય, એને રાગદ્વેષની મંદતા થતી જાય અને એ સુખ-દુઃખ પ્રસંગે હર્ષ-વિષાદ ધરે નહિ. સંવેગ–સમ્યક્ત્વનું બીજું લક્ષણ સંવેગ છે. સંવેગ એટલે મોક્ષને અભિલાષ. એને હંમેશાં એમ રહે કે આ સંસારની આળપંપાળમાંથી ક્યારે છૂટું અને આ રગડા અને ચાલુ ઉપાધિથી રહિત થઈ જ્યારે મારા રખડપાટાનો અંત આવે. આવી અંતરની ભાવનાને પરિણામે એ મોક્ષનાં જે જે નિમિત્તો મળે તેમાં ખૂબ રસ લે, મક્ષ એગ્ય કિયા કરવાની તક આવે ત્યારે તેમાં તે એકરસ થઈ જાય; અને સ્વભાવમાં રમણતા કરે ત્યારે જાણે તે પિતાના ઘરમાં હોય તેવી તેને મેજ આવે. પરભાવમાં રમણ કરે ત્યારે તે આંગળીથી નખ વેગળા હોય તેવી બુદ્ધિએ વતે અને નિજાનંદના પ્રસંગે એના રસની જમાવટ થાય. આ “સંગ” નામનું સમ્યકત્વનું બીજું લક્ષણ. નિવેદ–સંસાર ઉપર ઉદાસીનતા. અહીં એને ગમે તેટલી સગવડ મળી હોય, છતાં એને આ સંસાર કેદખાના જેવો લાગે, એને પૌગલિક વિલાસમાં કૃત્રિમતા, અધમતા અને હેયતા લાગે અને એ બંધનમાંથી છૂટવાની તીવ્ર ઈચ્છા રહ્યા કરે. સંવેગમાં મોક્ષની અભિલાષા સામી નજર હોય, ત્યારે નિર્વેદમાં આંતર નજર હોય. સંવેગ objective છે, નિર્વેદ subjective છે. હકારાત્મક અને નકારાત્મક દષ્ટિએ બન્ને લક્ષણ ખૂબ વિચારણા માગે છે. ત્રીજા લક્ષણ નિર્વેદમાં પિગલિક સર્વ ભાવોને પરભાવ ગણી તેનાથી નાસી છૂટવાની તીવ્ર ઇચ્છાને મુખ્યતા છે. અનુકંપા–સમકિતનું ચોથું લક્ષણ અનુકંપા છે. એમાં મૈત્રીભાવને પ્રાધાન્ય છે. સંસારી જીનાં દ્રવ્ય દુઃખ જોઈ એનું હૃદય કમકમી ઊઠે એ જનતાની કે સમાજની સેવાને પિતાનું કર્તવ્ય સમજે, એ પરોપકાર કરવામાં આનંદ લે; કેઈ જીવ પાપ ન કરે, કોઈ જીવ દુઃખી ન થાય, સર્વ જીવે દ્રવ્ય-ભાવથી દુઃખમુક્ત થાય—આવી વાસના તે અનુકંપા લક્ષણ. એના મનમાં એમ થાય કે મારું ચાલે તે આ સર્વ જીવોને ચાલુ બળતી ભઠ્ઠીમાંથી ઉગારી લઈ એવા સ્થાનકે લઈ જઉં કે જ્યાં જન્મ-જરા-મરણના રગડા ન હોય, જ્યાં ધનના ઝઘડા ન હોય, જ્યાં સંગ્રહની પંચાત ન હોય અને જ્યાં અખંડ આનંદ, આંતરિક લહેર અને અનંત સુખ હોય. આ લક્ષણને એવું અનુકંપા લક્ષણ કહેવામાં આવે છે. આસ્તિ –પાંચમું લક્ષણ આસ્તિકપણાનું છે. એ ધર્મની પરીક્ષા કરે, એની આતતા જાણી લે, એનું આત્મા તરફનું ધ્યેય સમજી લે અને પછી એના વચનમાં પ્રતીતિ માને. એ
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy