SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૩: શ્રી અભિનદન જિન સ્તવન [ ૧૦૯ (૪) અભિગ્રહિક—પોતે ગ્રહુણ કરેલ ધર્મ સાચા છે એમ માને, એની પરીક્ષા કરે નહિ, પ્રવાહધને માને, બાપદાદાની માન્યતાને સમજ્યા–વિચાર્યા વગર પકડી રાખે, પેાતાના મતના હઠ રાખે, સાર'ભી, પરિગ્રહી, કુશીલવાનને ધબુદ્ધિએ પકડવા તેને આદશ માને, પેાતાના ધર્મ જ સાચા છે એવા આગ્રહ રાખે—આ અભિગ્રહિક મિથ્યાત્વ કહેવાય. આમાં આગ્રહને પ્રાધાન્ય હાય છે. (૬) અનભિગ્રહિક——બધાં દર્શીન સારાં છે, દરેક ધર્મ ઉત્તમ છે એવી વાત કરે, કાચને અને મણિને સમાન કક્ષાએ મૂકે, આંખ ઉઘાડી જુએ નહિ, પરીક્ષા કરી તુલના ન કરે, બધાને એક લાકડીએ હાંકે એ અનભિગ્રહિક મિથ્યાત્વ. એમાં બુદ્ધિની મંદતા અને જડતાને પ્રાધાન્ય હાય છે. (1) આભિનિવેશિક-પેાતાના આગ્રહને પરિણામે જાણીને જૂઠું ખાલે, ઊલટું લે, સાચી વાત જાણ્યા છતાં ખાટાને વળગી રહે, જોરશેારથી વિપરીત પ્રરૂપણા કરે, નવેા મત કાઢવામાં આગેવાની લે અને પેાતાના નવા મતને નિશ્ચય ખાજુ કે એક બાજુ ઢાળી દેવામાં અને તેને પકડી રાખવામાં ગૌરવ માને—આ અભિનિવેશિક મિથ્યાત્વ કહેવાય. જમાલિ જેવા નિહ્નવ એકદેશીય નયવાદને મુખ્યતા કરનાર–નવા ચાતરા ઊભા કરનાર–આ વમાં આવે છે. (૬) સાંશિયક—ધર્મના સત્યને સમજે નહિ, તેને અંગે મનમાં શ’કા, આશકા કે કુશકા રાખે, આ સાચું હશે કે તે, તેની ઘડ ન બેસાડે અને આશકાના ભોગ બની શ્રદ્ધામાં ડગી જાય, એને સાંશયિક મિથ્યાત્વ કહેવામાં આવે છે. અભ્યાસ, ચર્ચા, વાદ, શકા-સમાધાનને અંગે તંદુરસ્ત ચર્ચા માટે વાંધેા નથી, પણ અંદરથી શાંકા-કુશકા રાખવી એ મિથ્યાત્વ છે. (૪) અનાભાગિક—પોતાની ઇચ્છા વગર અનાદિકાળથી એકેદ્રિય વગેરે જીવને લાગેલ ચાલ્યું આવતું મિથ્યાત્વ. સમજણુ પૂર્ણાંકનું નહિ, પણ સમજણુના વિકાસ ન થયેલ હોવાને કારણે આ અનાલેાગિક મિથ્યાત્વ અનાદિકાળથી ચાલ્યું આવતું હોય છે, અને વિકાસ ન પામેલા એકેદ્રિયથી માંડી ઘણા જીવાને હાય છે. આવા પ્રકારના મિથ્યાત્વના ત્યાગ થાય, પાંચેમાંથી કોઈ પણ પ્રકારના મિથ્યાત્વના અશ ન રહે ત્યારે રુચિ થાય છે, એ રુચિના દશ પ્રકાર બતાવવામાં આવ્યા છે. તે પણ ખાસ વિચારણા માગે છે (૧) પોતાના બુદ્ધિવિજ્ઞાનથી કે જે ભાવા મહાપુરુષોએ બતાવેલા છે તે ભાવને પોતાના નિસગ બળથી સ્વીકારી તે સાચા છે, તે પ્રમાણે જ બરાબર છે અને તે અનુકરણ યાગ્ય છે એવા પ્રકારની રુચિને નિશ્ચલરુચિ અથવા નિસગરુચિ કહેવામાં આવે છે. ૧. निसग्गुवएसरुइ, आणरुइ सुत्त बीयरुइमेव । अभिगमवित्थाररुइ, किरियासंखेविधम्मरुइ || રુચિ એટલે Test, સ્પૃહા, ઇચ્છા, આસક્તિ.
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy