SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬] શ્રી આનંદઘન-વીશી અને એનું વારંવાર પુનરાવર્તન કરવું, એ જ માર્ગ સાધારણ શક્તિવાળા વ્યવહારુ જીવો માટે સ્વીકાર્ય છે. ઘણું ઉન્માદી પ્રાણીઓ બહિરાત્મભાવમાં રાચી જઈ, પિોતાની મામૂલી શક્તિને ભાવ ઘણો મોટો માની લે છે અને શૈલીશીકરણની કે એકાગ્રતાના ધ્યાનની વાત કરે છે, આ અસાધ્ય કેટિની ઘેલછા છે, કુમતિને ચિત્તવિભ્રમ છે. વાતને સાર એ છે કે સેવન-કારણો મેળવે તે સિદ્ધિરૂપ કાર્ય પ્રાપ્ત કરી શકે છે અને આ વાતમાં બે મત નથી. આવી ભૂમિકાશુદ્ધિ કર્યા વગર મુક્તિ મેળવવાની ધારણા કરવી એ અઘટિત વાત છે. અહીં કાર્ય મુક્તિ અને આત્મસિદ્ધિ છે; કારણ તે તદ્યોગ્ય સાધનસામગ્રી અને પરિસ્થિતિ છે. આવી રીતે કાર્યકારણસંબંધ ઓળખી કાર્ય યોગ્ય કારણો એકઠાં કરે તે પ્રાણી મુક્તિમંદિરનાં પગથિયાં ચઢે છે. આ કાર્યકારણભાવમાં કર્મ અને પુરુષાર્થને સમાવેશ થાય છે. એટલે પુરુષાર્થને કેટલે અવકાશ છે, કર્મની કેટલે અંશે પરાધીનતા છે. આત્મવીર્ય સ્ફરે ત્યારે કર્મ પર કેવું સામ્રાજ્ય આણી શકાય છે અને પરાધીનતામાંથી સ્વાધીનતા કેવી રીતે સુપ્રાપ્ય છે, એની ચાવીઓ યોગગ્રંથમાં યોગીઓએ બતાવી છે એને સમજવી, પણ સમજ્યા વગર ઉન્માદમાં ન પડી જવાય તેનું ધ્યાન રાખવું. જ્ઞાનવિમળસૂરિએ, એક પ્રત પ્રમાણે, જે વધારે આ ગાથાના અર્થમાં કર્યો છે, તે પ્રમાણે માત્ર વચન બોલી જનારા પરમાર્થશૂન્ય પ્રાણીઓના ઉન્માદને બતાવતાં તેમણે અનાદિના લાગેલે આઠ દેને આગળ કર્યા છે. એ મૂળ ગાથા મેળવવા પ્રયાસ ચાલુ છે. તેને ઉલ્લેખ જરૂર થશે, પણ તેને ભાવ તે જરૂર કુરે છે. તેઓ કહે છે કે માત્ર વાત કરનારાં, પણ અભિગ્રહ કે નિયમનું કષ્ટ નહિ કરનાર પ્રાણુ અનાદિના આઠ દોષને સેવનારાં હોય છે અને એ દોષને સેવનારમાં એક પ્રકારને ઉન્માદ જ હોય છે અને તે અનાદિ કાળથી લાગેલે હોઈ ચાલુ રહે છે. પાઠમાં અશુદ્ધિ દાખલ થઈ ગઈ છે, પણ ભાવાર્થ સમજાય તેવું અને સુગમ્ય છે. તેમના મતે કારણ મેળવ્યા વગર કાર્ય સાધવાને દાવો કરનારા અનાદિ કાળના આઠ દેશમાં હજ રચેલપચેલ છે એમ જાણવું. કારણ મેળવ્યા વગર, ભૂમિકાની શુદ્ધિ કર્યા વગર, કાર્ય થાય તેમ નથી, એ વાત બરાબર લક્ષ્યમાં લેવા યોગ્ય અને ધારી રાખવા યોગ્ય છે. (૫) મગધ સુગમ કરી સેવન આદરે રે, સેવન અગમ અનૂપ; દેજે કદાચિત સેવક યાચના રે, “આનંદઘન રસ રૂપ. સંભવત્ર ૬ પાઠાંતર–મુગધ - મુગ્ધ, મુગતિ, મુગધિ. દેજે – દે. (૬) શબ્દાર્થ–મુગધ = મુગ્ધ, અણસમજુ, ભેળ, અણધડ, ભકિક લેક. સુગમ = સહેલું, સહજ, આસાન, સરળ. કરી = ધારી, માની લઈ સેવન = સેવાકાર્ય, આદરે = શરૂ કરે, આરંભે. આગમ = અગમ્ય કઠણ, અથાક, જ્યાં કોઈ જઈ ન શકે. અનૂપ = અનુપ, ઉપમારહિત, અજોડ, ઉત્તમ, શ્રેષ્ઠ. દેજે = આપજે, કદાચિત = ક્યારેક, કઈ વખતે, કદી. સેવક = ઉપાસક, ભક્ત(ને). યાચના = વિનંતી, પ્રાર્થના, માગણી. આનંદધનરૂપ = આનંદમયતાના તાદાભ્યસ્વરૂપ (સંબોધન) અથવા વિશેષણ-વિશેષ્ય, સેવા અધ્યાહાર. (૬)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy