SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૩: શ્રી સંભવનાથ સ્તવન [૯પ એકઠો ન થાય તે કામ ન બને. આ કારણે પૈકી કઈ કઈ પ્રસંગે પાંચમાંના એકને અગ્રસ્થાન આપવાને આગ્રહ કરવામાં આવે છે, પણ એ “નિજ મતને ઉન્માદ” છે, હાથથી પાંચ આંગળીને મેળ મેળવવા જેવી એ હકીકત છે. લડાઈમાં ઘણીવાર સેનાપતિને જીત મેળવવાનું માન મળે છે, પણ સુભટના કાર્યનું એ પરિણામ હોય છે, તેમ કારણો પૈકી એક કારણને કઈ વાર આગળ પડવાનું દેખાઈ આવે છે, પણ પાંચ કારણો એકઠાં મળે ત્યારે જ કાર્ય થાય છે, એ વાત ધ્યાનમાં રાખવી. સ્વભાવ, કાળ, ભવિતવ્યતા, ઉદ્યમ અને કર્મ—એ પાંચે સહકારી કારણો એકઠાં થાય ત્યારે તાંતણાઓમાંથી પટ બને છે. એ પ્રમાણે નિયતિને વશ પડી હળુકમ થઈ પ્રાણ નિગોદમાંથી નીકળે છે; તદ્યોગ્ય સમય થાય ત્યારે અવ્યવહાર રાશિમાંથી નીકળી વ્યવહાર રાશિમાં આવે છે. એવી રીતે નીકળી આગળ વધવાને અને અંતે નિકર્મા થઈ મેક્ષ જવાને એને સ્વભાવ હોવો જોઈએ. પુણ્યથી એને મનુષ્યગતિ, સદ્દગુરુગ વગેરે સાધનસામગ્રી મળે છે અને પુરુષાર્થ કરી એ પિતાના નિજગુણો પ્રકટ કરે છે. આ સહકારી કારણે હોય તે ભવસ્થિતિ પરિપાક થાય ત્યારે તેનામાં પંડિતવીર્યની ફુરણું થાય છે અને એ શિવગતિ પ્રાપ્ત કરે છે. વસ્તુસ્થિતિ આ પ્રમાણે હોવાથી કારણ યોગ મેળવ્યા વગર કાર્ય સાધી લેવાની ધૃષ્ટતા બતાવવી એ ખરેખર એક જાતનો ઉન્માદ છે. તમારે જે સંભવદેવની સાચી સેવા કરવી હોય, તમારે આકરા સંસારસમુદ્રને તરી જ હોય, તે ભૂમિકાને અભય-અષ-અખેદ બનાવે, સાચા સાધુપુરુષનો પરિચય કરો, અકુશળ ચિત્ત ઉપર અંકુશ લાવે, આધ્યાત્મગ્રંથનું પરિશીલન કરે; બાકી સ્વને સ્વીકાર અને પર ત્યાગ કરે નથી અને છતાં આનંદઘન પદ મેળવવું છે તે તમને સીધે જવાબ એ છે કે એ તે દુરાગ્રહનું પ્રદર્શન છે. મતને અર્થ બે પ્રકાર છેએક પિતાને અભિપ્રાય અથવા મતિ. કેટલાક ઘટ્ટ પ્રાણનો અંગત મત એવો હોઈ શકે છે કે કારણ-બારણ તે બહાનાં છે, કામ કરવા મંડે અને કામ થાય જ. આવા મતવાળાએ એક જાતનાં ગાંડાં કાઢે છે, કેઈ બાબતમાં ફાવી ગયા હોય એટલે ગમે કેમ કે રાખે છે. “મતને બીજો અર્થ સંપ્રદાય કે પંથ છે. કેટલાક મતવાળા એમ માને છે કે કારણના ચકરાવામાં પડવાની જરૂર નથી, એ તે આગળ વધે અને સર્વ આવી મળશે. આવા સાંપ્રદાયિક અભિપ્રાયથી ખોટે રસ્તે દોરવાઈ જવા જેવું નથી. કારણ વગર કાર્ય ન જ થઈ જાય એ ચોક્કસ છે. માટે સાથે પહોંચવું હોય તે તે માટે સમવાયી કારણો, નિમિત્તકારણો અને સાધન મેળવે, તઘોગ્ય ભૂમિકા તૈયાર કરે, તેના પ્રસંગે જમાવે અને તેમાં આગળ વધતા જાઓ. બાકી, જ્ઞાનવિમળસૂરિ કહે છે તેમ, વચનના ફડાકા માર્યા કરે, વાણીને વિકાસ કર્યા કરે તેને તેઓ (જ્ઞાનવિમળસૂરિ) વાણીમાત્ર સારા પણ પરમાર્થ શૂન્ય કહે છે. આવા પ્રકારની સ્થિતિ ન થવા દેવી હોય તે સેવન યેગ્ય ભૂમિકા તૈયાર કરવાની ખાસ જરૂર છે, એને પ્રથમ અભય-અષ-અખેદ બનાવી આગળ વધવા જેવું છે અને એ કરવામાં નિમિત્તો ઊભાં કરવાં
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy