SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૩: શ્રી સ‘ભવનાથ સ્તવન [૯૭ અભાળાભલા માણસો સેવનકા સહેલું માની લઈને શરૂ કરી દે છે, પણ તેમણે જાણવુ જોઇએ કે સેવાનું કાર્ય જેના તેનાથી જાણ્યુ' ન જા જાય તેવું અને કોઈની સાથે સરખાવી ન શકાય તેવું છે. એ કઠણ અને અજોડ છે. તે આન ંદઘનના રસમય પ્રભુ ! આ સેવકની માગણીને કોઇ વખત સફળ કરો અથવા આનંદસમુચ્ચયના રસરૂપ સેવાની માગણીને કોઇ વખતે સફળ કરજો. (૬) ટા—મુગતિને પામવું સેવનાએ સુગમ જાણીને સેવા આદરે, પણ તે સેવાનું સ્વરૂપ તે અગમ-કોઇથી જાણ્યું ન જાય અને એ અનૂપ એટલે ઉપમા જેની નહિ. એટલા માટે સેવકની યાચના પ્રાર્થના એવી છે કે કદાચિત્—કોઇ સમયે-આનંદઘનરસ રૂપ એટલે પરમ સહજાનંદરસસ્વરૂપ જે સેવાથી નીપજે એવી સેવા આપજો. એટલે શુદ્ધાત્મા ભગવંતની સેવાને ભૂમિકાશુદ્ધ દેખાડી. ત્રીજા સ્તવનમાં ભૂમિકાશુદ્ધપણે દર્શીન દેખવું તથા દર્શન સમ્યક્ત્વની દુઃપ્રાપ્યતા કહી છે. (૬) વિવેચનસેવનકારણ ભૂમિકા તૈયાર કરવાની જરૂર બતાવી, સેવન મામૂલી કે નકામી ચીજ નથી, પણ બહુ ભારે અને ખૂબ સમજવા યાગ્ય અને સમજીને આદરવા યાગ્ય ચીજ છે, એ વાત હવે છેવટે જણાવે છે, ઘણા ભલા કે ભેાળા માણસે સેવનકાર્યંને સહેલું, સીધું અને વગર મહેનતનું ગણી એનેા આરભ કરી દે છે. એ બિનઅનુભવી અણુધડાયલા પ્રાણીએ સેવનકાર્ય ને બચ્ચાના ખેલ જેવી વાત ગણી તેની શરૂઆત કરી દે છે અથવા આદરી દેવાને વિચાર કરે છે. એને એમ થાય કે થાડું પાણી રેડી દેશું, કે ટીલાંટપકાં કરશું અને અન્યચિત્ત નિરાદરપણે માળાના મળકા ટપટપાવી દેશું એટલે બેડો પાર થઈ જશે. આ વાત બરાબર નથી. સેવન તે અગમ્ય છે, અનેાપમ છે, મહામૂલ્યવાન છે, પ્રયત્નથી પ્રાપ્ય છે. આ વસ્તુસ્થિતિ સ્પષ્ટ કરતાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજ યાગબિન્દુની શરૂઆતમાં (બ્લેક ૭૧) સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે, સાચા અને અસરકારક ઉપાય અધ્યાત્મ સિવાય ખીજી કોઈ રીતે મળવા મુશ્કેલ છે અને અધ્યાત્મયોગના લાભ ન થાય તેા તત્ત્વપ્રતીતિ તો પછી કયાંથી જ થાય ?' આ અધ્યાત્મયાગની પ્રાપ્તિ ચરમપુગળપરાવત`માં થાય છે અને સંસારસમુદ્રમાં તેની પ્રાપ્તિ દુલ ભ છે. આ સેવનકાય, એની સાધન-સામગ્રી મળવી ભારે મુશ્કેલ છે. એટલે એ વાત વહેવારુ માણસા ધારે તેટલી સહેલી નથી. આ હકીકત ખૂબ ન્યાયસંગત છે, એના ઉપર શાસ્રવાર્તાસમુચ્ચય વગેરે ગ્રંથેામાં ખૂબ વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. તેમાં બતાવવામાં આવ્યું છે કે સહુકારી કારણેા પણ કાર્ય હેતુ હેાવાને કારણે ખૂબ મઢુત્ત્વનાં છે. આ આખી વિચારણા એક વાત બરાબર સૂચવે છે કે સામગ્રીના લાભ લેવા માટે કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, કર્મ અને ઉદ્યોગ એ પાંચે કારણેાના યેગ મેળવવા જોઇએ, અને એને માટે પૂ॰સેવા કરવી જોઇએ, ગુણુપ્રાપ્તિ માટે યાગ્ય ક્રિયા કરવી જોઇએ, સદાચાર રાખવે જોઇએ અને મુક્તિ તરફ અદ્વેષ થવા જોઇએ. દરેક કાર્યાં કર્તાના ભેદે જુદા જુદા આકાર ધારણ કરે છે. એટલે આ સેવનકાય કેટલાંક પ્રાણીએ સાધારણ સમજી સુગમ છે એમ ધારી લે છે એ વાત ખરાખર નથી. સંસારચક્રમાં ફરતાં ફરતાં જ્યારે સક્રિયા થાય, શુષુપ્રાપ્તિ તરફ સ્વા ૧૩
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy