SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ [૯૪ શ્રી આનંદઘનચોવીશી સબધે વર્તે, એટલે જેને સંબંધ ખૂબ ગાઢ હોય તે સમવાયી કારણ” કહેવાય. સમવાયી કારણમાં એક જ પરિણામ લાવવા સાટે સમવેત રહી કાર્ય લાવવામાં કાર્ય તરીકે કે કારણ તરીકે જોડાઈ બાજુમાં સાથે રહે તે “અસમવાયી કારણ” અને માત્ર નિમિત્ત પૂરું પાડે તે “નિમિત્તકરણ.” સૂતરમાંથી કાપડ બને એટલે સૂતર અને કાપડને સંબંધ સમવાય સંબંધ કહેવાય. પટ બનાવવાના કાર્યની સાથે તંતુમાં રહે તે તંતુસંગ પટનું અસમવાયી કારણ કહેવાય. બાકી શાળ વગેરે નિમિત્તકારણે છે. તે જ પ્રમાણે ઘટ બનાવવામાં માટી સમવાયી કારણ છે, માટીને રંગ અસમવાયી કારણ છે અને કુંભારને દંડ, ચાકડે, દેરી વગેરે નિમિત્તકારણ છે. કઈ પણ કાર્ય નિપજાવવા માટે કારણોની હાજરી જરૂર જોઈએ. કારણની હાજરી વગર કાર્ય થઈ શકે નહિ, નીપજી શકે નહિ. ઉપાદાન કારણ તે સમવાયી કારણ છે, તે બહુ જ જરૂરી ગણાય છે; નિમિત્તકારણ તે પ્રસંગ પૂરો પાડે છે. આવી રીતે કારણકાર્ય સંબંધ વિચારી કારણેને સંગ્રહવા પ્રયત્ન કરવો જોઈએ. એટલે અહીં જણાવે છે કે કારણને વેગ હોય તે કાર્ય થાય, એ વાતમાં કોઈ જાતને વાદવિવાદ કે મતભેદ નથી. જો તમારે પ્રગતિ કરવી હોય, જે તમારે ચેતનને કર્મ સાથે સંબંધ સદાને માટે દૂર કરે હોય, તે તમારે સેવન યોગ્ય ભૂમિકા તૈયાર કરવી જ રહી. જે ઘડો તૈયાર કરવો હોય તે દંડ, ચક, ચીવર, દેરી મેળવી તદ્યોગ્ય પરિસ્થિતિ જમાવવી જ પડે. તે વગર તમે ઘડો તૈયાર કરવાની આશા રાખે એ વહેવારુ વાત નથી. તમારે બહાર ગામ જવું હોય તે તદ્યોગ્ય તૈયારી કરી તેનાં સાધને એકઠાં કરવાં જ પડે. અહીં તમારે સ્વરૂપાનુંસંધાન કરવું છે, ચેતનને કર્મમળ દૂર કરે છે, તે તેને માટે ભૂમિકા તૈયાર કરવી જ પડે. આ બાબતમાં મતભેદ કે મતફેરને અવકાશ જ ન હોઈ શકે. આખા જીવનમાં અવકન કરી કારણકાર્ય સંબંધ વિચારી જેશે તે જણાશે કે કારણે મેળવ્યા વગર અને કારણ યોગ્ય ભૂમિકા તૈયાર કર્યા વગર દુનિયામાં કઈ કાર્ય થતું નથી. તમારે મંદિર બાંધવું હોય તે તે પહેલાં તદ્યોગ્ય ભૂમિ તૈયાર કરવી જ પડે. આવી રીતે કારણો સાંપડે તે કાર્ય જરૂર થાય, એ વાતમાં ભાંજગડ જેવું કાંઈ નથી; એ તે સ્વયંસિદ્ધ નિયમ છે, છતાં કેઈ ધષ્ટતાથી એમ માનતે હોય કે અમે તે વગર કારણે કાર્યને ઉત્પન્ન કરશું, અમે વગર ત્યાગ કર્યો ચેતનને કર્મ જાળમાંથી છોડાવી દેશું, અમે ભૂમિકાની તૈયારી કર્યા વગર સેવનકાર્ય નિપજાવી શકીશું, તે તે પિતાના અભિપ્રાયનું ગાંડપણ છે. તમારે ત્યાગ કરવો નથી, મેજમજા માણવી છે, અને છતાં આનંદઘનપદ મેળવી નિત્ય શાંતિ માણવી છે : આ વાતમાં કાંઈ માલ નથી. આ વાત વિચાર વગરની, પરિણામશૂન્ય અને વગરવિચારનાં ભામાં છે. - જૈન તત્વજ્ઞાનીઓ કહે છે કે કઈ પણ હકીકત બનવાને અંગે કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને ઉદ્યોગ એ પાંચ કારણોની હાજરી જોઈએ. વસ્તુ બનવાનો સમય પાક જોઈએ; તે પ્રમાણે થવાને વસ્તુને સ્વભાવ હોવા જોઈએ; તે પ્રમાણે વસ્તુ બનવાની હોવી જોઈએ; તોગ્ય કર્મ હોવું જોઈએ અને તે પ્રમાણે કરવાનો પ્રયત્ન હવે જોઈએ. આ પાંચ કારણોને સમુદાય
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy