SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ સાહસો-રાજકીય પક્ષો- સત્તાધારી એકમો- રાજ્યો અને રાષ્ટ્રો પોતાની વિવિધ મુદ્દાને સ્પષ્ટ કરતી - પોલિસીઓ જાહેર કરતા હોય છે. ઘણીવાર એવું પણ જોવા મળતું હોય છે કે જમીની વાસ્તવિકતા સાથે પોલિસીનો મેળ ખાતો નથી. એથી પોલિસી માત્ર કાગળ ઉપર જ રહી જાય છે. ઉમદા ઉદ્દેશ્યોને પહોંચી વળવા માટે પોલિસી મેકરો-નીતિ ઘડનારાઓ પાસે જો દૂરંદેશીપણું ન હોય - ઈરાદાઓની સ્પષ્ટ સમજણ ન હોય અને પોલિસીઓની નેક ભાવનાની આડમાં શઠતા કે લુચ્ચાઈ જોઈ શકાતી હોય તો આવી પોલિસીઓ નિષ્ફળ જાય એ સ્વાભાવિક છે. જ્યારે “પોલિસી'ના આ પુસ્તકમાં પૂ.મ.સા. વિદ્વત્તા સાથે રોગ અને તેના નિરાકરણના જે સૂચનો વ્યક્ત કરે છે, એમાં એમના ત્રણ દાયકાથી વધારેના સાધુ જીવનનો નિચોડ આવી જાય છે. અધ્યાત્મ જગતના આ નાડપારખું.. ના શાસ્ત્રના ઉંડા અભ્યાસ ઉપર થયેલ ચિંતનનું નવનીત આ પુસ્તકના પાને પાને જોવા મળે છે. અહીં 90 પોલિસી પૂ.મ.સા.ની પંડિતાઈ પ્રચુર કસાયેલી કલમે પ્રસ્તુત છે. એનું વાંચન-મનન એ વ્યવહારુ સાંસારિક જીવનને શુદ્ધ-સાત્ત્વિક બનાવવા પૂરતું સીમિત માત્ર નથી, પરંતુ આધ્યાત્મિક જગતમાં પ્રવેશવા માટેની પ્રાથમિક શરતો પૂર્ણ કરવા માટે અત્યંત મહત્ત્વનું બની જાય છે. પરમ તત્ત્વને પામવાની ખેવના કોને ન હોય ? પણ શૂરવીરોના આ રસ્તે ચાલવા માટેની જે પૂર્વ તૈયારીઓ અથવા કહો કે પૂર્વ લાયકાતો તો કેળવવી જ રહી ને ! હંમેશા ધર્મે ત્યારે ત્યારે માથું નીચું કર્યું છે, જ્યારે જ્યારે લાયકાત મેળવ્યા વગર જ આ રસ્તે ચાલવાની કોઈએ કોશિશ કરી છે. ધર્મ ત્યારે વગોવાય નહીં જ્યારે વ્યક્તિના વાણી-વ્યવહાર અને વર્તનમાં એકરૂપતા હોય. આ 70 પોલિસીઓ આનંદસાગરના, પરમતત્ત્વને પામવાના-સર્જનહારના સાંનિધ્ય માટેના શુદ્ધ ધર્મના આચરણના જ્યાંથી શ્રીગણેશ થાય છે એવા રસ્તાના દ્વાર ખોલી નાખે છે. જે રસ્તો પરમ તેજ-તત્ત્વ કે પરમ લક્ષ તરફ લઈ જાય છે - આ પોલિસી એ રસ્તા ઉપર વ્યક્તિને ખડો કરી નાંખે છે - જ્યાં “આપનું હાર્દિક સ્વાગત છે” - કહી ધર્મસત્તાના પ્રતિનિધિઓ રાહ જોતા ઉભા છે. વ્યવહાર શુદ્ધતા-આચાર 8
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy