________________ પોલિસી” : એક અનોખો ઉપહાર ચાતુર્માસમાં સવારના એક કલાકના પ્રવચનમાં પંન્યાસ પ્રવર પ.પૂ. યશોવિજયજી મ.સા.ને શ્રોતાઓ ગુરુવંદના કરી લે, ત્યાર બાદ મ.સા.ની વાણીનો ધીરગંભીર પ્રવાહ વહેતો થાય. અદ્ભુત વિષય વૈવિધ્યની સાથે કહેવાના તાત્પર્યને બરાબર નિશાન ઉપર લગાડવા દાખલા-ઉદાહરણોનો આશ્રય લે અને વાતના વિષયને શીરાના કોળિયાની જેમ ગળે ઉતારી નાખે... રોજ નવી વાત, નવા દાખલા/દષ્ટાંતો આપવા અને રોજ વિશાળ જનસમુદાયને જકડી રાખવું એ સહેજ પણ સહેલું કામ નથી. તાર્કિક દલીલો સાથે નીતિ શાસ્ત્ર, વ્યવહાર શાસ્ત્ર, ધર્મશાસ્ત્ર અને મનોવિજ્ઞાનશાસ્ત્ર સાથે નીર-ક્ષીર વિવેક દષ્ટિ, જટાયુ વૃત્તિ અને નીતરતી સજ્જનતાના પાઠ જીવનમાં ઉતરે એ આ એક કલાકના પ્રવચનનું મુખ્ય લક્ષ્ય રહ્યું. સંખ્યાબંધ વિષયોને, તેના બોધને યાદ રાખવા માટે મ.સા. સંક્ષિપ્તમાં “પોલિસી' નું નામ આપે. આવી 70 પોલિસીઓનું આ પુસ્તક એ મ.સા.ની યશકલગીઓમાં એકનો વધારો કરનારું બની ગયું છે. કામ કરવાની રીત-વહિવટ કે નીતિની અર્થછાયા અંગ્રેજી શબ્દ “પોલિસી'' માં પ્રતિબિંબિત થાય છે. ખાનગી કંપનીઓ અને જાહેર