________________ તમારા સારા ઘરની બાજુમાં જ આલિશાન બંગલો હોય અને એ બંગલાના માલિક સાથે તમારે જિગરજાન મૈત્રી હોય. પણ એક વાર દિવાળીના દિવસોમાં બહુ જૂના કાગળિયાઓ હાથમાં આવતા તમને ખબર પડે કે “આ આલિશાન બંગલાના અસલ માલિક તમારા પૂર્વજો છે. બાજુવાળાના પૂર્વજોએ ગેરકાયદેસર તે પચાવી પાડ્યો છે. હવે એ બંગલો મેળવીને રહો કે નહીં ? એક વાર ખબર પડે કે આ આલિશાન બંગલો એ તો તમારી અસ્કયામત છે. પછી, જિગરજાન મૈત્રીની પણ ઐસીતેસી કરીને તમે તે બંગલો લઈને જ રહો છો. ગમે તેટલો જિગરજાન મિત્ર જો તમારો બંગલો દબાવીને બેસે તો તેની સાથેની તમારી મૈત્રી પળવાર પણ ન ટકે. આ જ વાત ક્રોધને પણ લાગુ પડે છે. અત્યાર સુધી તમે ક્રોધને તમારો જિગરજાન મિત્ર માન્યો છે. પણ, એ ક્રોધ તો તમારી ક્ષમાની મૂડીને, કેવળજ્ઞાનની કેપિટલને દબાવીને બેઠો છે. ક્ષમા વગેરે તમારી મૂડી છે. ક્રોધ એને દબાવનાર છે. આજે આ વાત તમે સમજી ગયા છો. હવે ક્રોધની પાસેથી ક્ષમાને આંચકી લેવામાં વાર કેટલી ? જેટલો ગુસ્સો કરશો તેટલી ક્ષમાને વધુ ને વધુ તે આચકે રાખશે. હવે ક્રોધ 397