________________ રિક્ષાવાળો તમને છેતરીને વધારે ફેરવી રૂા. ર૦ના બદલે રૂા. 25 માંગે તો તે વખતે મન અસ્વસ્થ કરવાની જરૂરત ખરી ? તમને ખબર હતી કે આ રસ્તે આવવામાં રીક્ષામાં રૂા.૨૦ જ લાગે છે છતાં જ્યારે એ રૂા. 25 માંગે છે તો આપી દો. શું ફરક પડી જવાનો છે ? એણે તમારી સાથે છેતરપિંડી કરી છે છતાં તેને સહી લેશો તો કોઈ તકલીફ તો નથી પડ્વાની ને ? રીક્ષાવાળાના માધ્યમે કર્મસત્તાએ એક 3 10 2061 ટાંકણું લગાવ્યું છે - એમ સમજી લો ! જો રીક્ષાવાળો તમને ખબર જ ન પડે તે રીતે છેતરી ગયો તો તે મૂર્ખામી છે. પણ, તમને ખબર પડી છતાં તમે તેને જતો કરો તો તે તમારી સરળતા છે. મૂર્ખામી લાવવાની જરૂરત નથી. પણ, સરળતા તો હોવી જ જોઈએ. ‘ગમે તેવી પરિસ્થિતિનો મારે સ્વીકાર કરવો છે' - આ વાતને અંદરમાં વારંવાર ઘંટો. એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે જે વિચારમાં તમે ઊંડા ઉતરશો તે વિચાર તમારામાં ઊંડો ઉતરશે. વારંવાર આ વિચારો કે “હરેક પરિસ્થિતિ મારા માટે કલ્યાણકારી છે. સ્વીકારમાં સુખ છે, ઈન્કારમાં દુઃખ છે.” જો આ વિચારમાં તમે ઊંડા ઉતર્યા તો આ વિચાર પણ તમારામાં ઊંડો ઉતરી જશે. જો સમતા-સમાધિ ટકાવી શક્યા તો દરેકે દરેક પ્રસંગ તમારા માટે કલ્યાણકારી જ છે. ટૂંકમાં, “આપત્તિની બોછાર માત્ર તમારા ઉપર જ વરસે તે તમારા સૌભાગ્યની નિશાની છે. એમાં જો સમતા-સમાધિ ટકાવી શક્યા તે પરમાત્મા તમને નવાજવાના છે. અધ્યાત્મ જગતમાં તમારી કિંમત વધી જશે' - શિલ્પી પોલિસીના આ સંદેશાને આત્મસાત્ કરવા દ્વારા ક્રોધને નાકામિયાબ બનાવો. આ જ આ માનવભવની અદ્ભુત ફલશ્રુતિ છે. આગળ વિકાસ કરવા માટે સૌથી પહેલાં ક્રોધને જડમૂળથી ઉખેડવો અત્યંત અનિવાર્ય છે. આજથી અને હમણાંથી જ તે પ્રયત્ન શરૂ કરીને જ રહો ! 396