________________ સાથે દોસ્તી હરગિજ ન હોય. ગમે તે રીતે તેની પાસેથી ક્ષમાને લઈનેછોડાવીને જ છૂટકો છે. સમકિતના પાંચ લક્ષણોમાં સૌથી પહેલું લક્ષણ શમ = ક્ષમા છે. જો ક્ષમા ગુમાવી તો સમ્યકત્વ ગુમાવ્યું. અને સમ્યક્તરૂપી રત્નને ગુમાવ્યા બાદ ચૌદ રાજલોકમાં એ જ રઝળપટ્ટી અને રખડપટ્ટી !!! સમતિ મળ્યા વિના મોક્ષ મળે તેવી કોઈ શક્યતા નથી. અને ક્ષમા વિના સમકિત મળે તેવી કોઈ શક્યતા નથી. એટલે જ શ્રીહરિભદ્રસૂરિ મહારાજ ક્ષમાને મુક્તિની દૂતી જણાવી રહ્યા છે. તમામ શાસ્ત્રોનો સાર જેવી રીતે નવકાર છે, તેવી રીતે સમસ્ત સાધુપણાનો સાર ક્ષમા છે. સંપૂર્ણ સાધુતાના સારભૂત ક્ષમાને દબાવી રાખનાર ક્રોધ સાથે દોસ્તી ટકાવવાની હોય કે દોસ્તી તોડી નાંખવાની હોય ? પણ, હજુ સુધી ક્ષમાની ખરી મહત્તા સમજાઈ જ નથી. કદાચ બુદ્ધિથી સમજાઈ છે તો અંતરથી સ્વીકારાઈ નથી. ક્ષમા તો પ્રભુને ચડાવવા માટેનું ભાવપુષ્પ છે. દ્રવ્ય ફૂલથી દ્રવ્યપૂજા તો ઘણી વાર કરી. હવે ક્ષમાદિગુણોના ભાવ પુષ્પથી ભાવ પૂજા કરવી છે. આ ભાવપૂજા કરી નથી. માટે, અત્યાર સુધી રખડપટ્ટી ચાલુ જ છે. જો ખરા અંતરથી આવા પ્રકારની ભાવ પૂજા કરવામાં આવે તો મોક્ષ હાથવેંતમાં જ છે. અત્યાર સુધી ક્રોધની ઘણી સરભરા કરી છે. જ્યારે તે ઈચ્છે ત્યારે તેને આતમઘરમાં સામૈયા સાથે લાવ્યા છીએ. જેટલી ક્ષમાની લૂંટ કરે તેટલી કરવા દીધી છે. હવે એ પ્રવૃત્તિ બંધ કરી દેવી છે. દરેક પ્રસંગોમાં ક્ષમાને આત્મસાત્ કરવી છે. ટૂંકમાં, “પૈસાની કેપિટલને દબાવનારની સાથે દુશ્મનાવટ વહોરીને પણ પૈસા તમે પાછા મેળવીને જ રહો છો. તેમ ક્ષમાની મૂડીને દબાવનાર ક્રોધની સાથે દુશ્મનાવટ કરીને પણ હવે ક્ષમાની મૂડી પાછી લીધે જ છૂટકો !! - કેપિટલ પોલિસીના આ સંદેશાને સ્વીકારી તાત્કાલિક ક્ષમાની કેપિટલ પાછી લેવા પ્રયત્નશીલ બની રહો ! 398