________________ સમજવું કે “જે કેવલીએ દીઠું છે, જે ભાવભાવ છે, જે ભાગ્યમાં લખ્યું છે તે જ થવાનું છે' - આ સિદ્ધાંત ઉપર દઢ શ્રદ્ધા નથી. હા ! પુરુષાર્થ ભલે કરો. પણ, જ્યારે પુરુષાર્થનો પનો ટૂંકો પડે ત્યારે કોઈ પણ વ્યક્તિ ઉપર અસદ્ભાવ તો નથી જ કરવાનો. એ માટે જ ઉક્ત સિદ્ધાંતમાં શ્રદ્ધા અખૂટ હોવી જરૂરી છે. રસોઈ ઠંડી આવી, ચા મોળી આવી -આવી અનેક પરિસ્થિતિમાં ભવિતવ્યતાને જ જવાબદાર તરીકે સ્વીકારી લો. શા માટે બીજા ઉપર અસદ્ભાવ પ્રગટાવો છો ? ગાડી તમારી બાજુમાંથી જ પસાર થાય અને તમારા કપડા કાદવથી ખરડાઈ જાય ત્યારે ગાડીવાળા ઉપર શા માટે ગુસ્સો પ્રગટે છે ? દુનિયાના ઘણા માણસોમાંથી માત્ર તમારી ઉપર જ કાદવ ઢોળાયો, તેમાં શું તમારું ભાગ્ય કે નિયતિ જ જવાબદાર નથી ? ગાડીવાળાએ તો ફક્ત તમારા કપડા જ બગાડ્યા છે, જ્યારે તમે તો તેના ઉપર ગુસ્સો કરવા દ્વારા તમારું મન જ બગાડી દીધું. તો પછી વધુ ગુનેગાર કોણ ? તમે કે ગાડીવાળો ? કપડા તો સાફ થઈ શકશે. પણ મન કેવી રીતે સાફ થશે ? બગડેલું મન તો ઝટ સુધરવાનું નથી. તથા ગાડીવાળા ઉપર ગુસ્સે થાવ, એને ગાળ આપો એટલાથી તમારા કપડા તો સફેદ થઈ જવાના નથી. જે કપડા બગડ્યા છે, તે બગડવાના હતા માટે જ બગડેલા છે. કેવલજ્ઞાનીએ જે દીઠું તે જ થયું છે. તમારા નસીબમાં, હોનહારમાં જે લખાયેલું છે તે જ થયું છે. તો તેમાં ગુસ્સો શા માટે છે , એક બીજી વાત પણ વિચારણીય છે કે ગાડીવાળો ખાસ જાણી જોઈને તો તમારી ઉપર કાદવ ઉછાળતો નથી. અજાણતા જ તમારા ઉપર કાદવ ઉછળી ગયો છે. તો પછી શા માટે મનને બગાડવું? જ્યારે કપડા બગડતા બચાવવા શક્ય ન બન્યા ત્યારે કમ સે કમ મનને બગડતું તો અટકાવી દો ! એ તમારા હાથમાં છે. જ્યારે સામેવાળી વ્યક્તિ તમને હેરાન કરવા ન માંગતી હોય છતાં તે જાણે-અજાણે તમને હેરાન કરવામાં નિમિત્ત બની જતી હોય ત્યારે માનવું પડે કે તેવા પ્રકારની જ નિયતિ છે. નિયતિ જ તેમાં દોષરૂપ છે. તમે જ્યારે ખુલ્લા પગે જતા હો અને ત્યારે જ ગિર્દીમાં કોઈના બૂટ નીચે તમારો પગ કચડાઈ જાય, ત્યારે ઉકળાટ, આવેશ, આવેગ શા માટે ? શું કદાપિ તમારા દ્વારા કોઈનો પગ 375