________________ કચડાયો જ નથી ? સામેવાળી વ્યક્તિ જાણી જોઈને તો તમારા પગને કચડતી નથી ને ? તમારો પગ કચડાય તેમાં સામેવાળી વ્યક્તિ દોષિત છે કે આખરે તમારી જ ભવિતવ્યતા ગુનેગાર છે ? તે બાબત શાંતિથી વિચારો. માત્ર આ પુસ્તકને ઝડપથી વાંચવામાં આગળ ન દોડો. એક વાત સતત ઘૂંટો કે “હોની અનહોની નથી થતી.' પછી આવા નાના નાના સંકલેશો ઘટવા લાગશે. નવા નકોર હાઈટ એન્ડ વ્હાઈટ કપડા ઉપર કોઈની પાનની પિચકારી કે શાહીના છાંટા ઉડે ત્યારે મન સ્વસ્થ રહે ખરું ? કે પિચકારી ઉડાડનાર ઉપર ગુસ્સો આવે ? તમે તે વ્યક્તિને ગાળ આપો કે તેના ઉપર ગુસ્સો કરો એટલા માત્રથી તમારા કપડા સફેદ થઈ જવાના છે? ઊલટું તમારું મન કાળુંમેશ થઈ જશે. આવી બધી ઘટનાઓ પ્રત્યે હોનહારને જવાબદાર ઠેરવી મનને સ્વસ્થ રાખી લેવા જેવું છે. અરે ! જેના ઉપર તમે બહુ મોટો ઉપકાર કર્યો હોય અને એ વ્યક્તિ પણ જો કટોકટીના સમયમાં તમને સહાય કરવા તૈયાર ન હોય ત્યારે તે વ્યક્તિને પણ દોષિત માની લેવાની ભૂલ ન કરતા. હોનહાર જ જ્યારે તેવા પ્રકારની હોય તો સામેવાળી વ્યક્તિ શું કરશે? શ્રમણ ભગવાન મહાવીર મહારાજાને નજર સમક્ષ રાખો. તમે કદાપિ સામેવાળી વ્યક્તિ પ્રત્યે માનસિક પણ અણગમો કરી નહીં શકો. ટૂંકમાં, આ હોનહાર પોલિસી એટલું જ કહે છે કે - જ્યારે જે થવાનું નિયતિમાં લખ્યું છે ત્યારે જ, તે જ થવાનું જ છે. તેમાં ફેરફાર કરવાની કોઈની તાકાત નથી. હોની કદાપિ અનહોની થતી નથી. હોનહારને ઓળંગી કોઈ પણ વ્યક્તિ કદાપિ પોતાના ઈચ્છિત લક્ષ્યને પામી શકી નથી. તો પછી જીવનમાં ઘટી જતી પ્રતિકૂળ ઘટનાઓમાં શા માટે મનને બગાડવું ? હોનહારને જ લક્ષમાં રાખી મનની સમાધિ ન ટકાવી શકીએ ?' ચલો ! આ હોનહાર પોલિસીને અપનાવવા દ્વારા શીવ્રતયા ક્રોધથી છૂટકારો મેળવીએ. જો આ હોનહાર પોલિસી પણ જીવનમાં ઉતારી શક્યા તો માની લેજો કે તમારા હોનહારમાં ક્રોધવિજયે લખાયેલ જ છે !! 376