________________ શત્રુ નથી. આ જડ કર્મો જ આપણા શત્રુ છે. બીજાને શત્રુ માની લઈ કર્મોને જ પુષ્ટિ આપણે આપીએ છીએ. હવે, આ કર્મ પ્રત્યે દ્વેષ પ્રગટાવી એને રવાના કરી જ દેવા છે. પરમાત્માએ ચંડકૌશિકના શરીરનો રાગ ન રાખ્યો. પણ તેના આત્માનો રાગ રાખ્યો. માટે જ તેના આત્માની કાળજી કરી. કદાચ, જડ ઉપરનો રાગ ઘટાડી ન શકો તો દેવ-ગુરુ-સાધર્મિક ઉપરનો રાગ વધારી દો, તો પણ જડનો રાગ તૂટીને જ રહેશે. જેમ એક લીટીની નીચે તેનાથી મોટી લીટી દોરી દો એટલે જૂની લીટી ટૂંકી થઈને જ રહે છે. તેમ જડના રાગને ઘટાડવા, તેની નીચે દેવ-ગુરુ-સાધર્મિકના રાગની મોટી લીટી દોરી દો ! જો જો આ પોલિસીનો ઊંધો અર્થ નહીં લેતા. રાગ જીવ ઉપર કરવાનો છે એટલે પત્ની ઉપર તમે કરેલા રાગને વ્યાજબી નહીં માનતા. પણ, આ તો જીવમાત્ર ઉપરના નિઃસ્વાર્થ-નિષ્કામ રાગની વાત છે. જે રાગ રાગ જ ન રહેતા કરુણામાં પરાવર્તિત થઈ જાય છે. આ જ આશયથી અધ્યાત્મ ઉપનિષદ્ધાં સાર્વત્રિક મમતા કેળવવાની વાત આલેખાયેલી છે. દ્વેષ પણ આ અર્થમાં જ ગ્રાહ્ય છે. જડ કર્મોને આધીન બનેલ પોતાની જાત પ્રત્યે જ દ્વેષ -તિરસ્કાર કરવાનો છે. અંતતોગત્વા તે જડષ તરીકે જ ફલિત થાય છે. “પ્પાનવ બુદિ ' - આ શાસ્ત્રવચનનું તાત્પર્ય આ અર્થમાં સમજવા જેવું છે. ટૂંકમાં, (1) જીવનો દ્વેષ અને (2) જડનો રાગ - આ બે પરિબળોને ઊલટ-સૂલટપણે મિશ્રિત કરી (1) જડનો દ્વેષ અને (2) જીવનો રાગ - આ બે પરિબળોને અપનાવી ક્ષમાનું નીર પ્રગટાવવા સમર્થ થઈએ - એ જ ઈચ્છા આ પોલિસીની છે. 305