________________ બીજો કહે - “મારો સંસાર તો લીલોછમ છે. પત્ની તો ભારે કહ્યાગરી થઈ ગઈ છે.' પહેલા મિત્રને ભારે આશ્ચર્ય થયું. “અરે ! પત્ની તારી કહ્યાગરી છે એમ ? કેમ કંઈ જડીબુટ્ટી ખવડાવી દીધી છે ?' બીજો મિત્ર કહે - “ના, ભાઈ ના ! આ તો વારે તહેવારે એની પ્રશંસા કરે રાખો એટલે એ ખુશ-ખુશ ! તું પણ આ નુસખો અજમાવી જો ! પહેલા મિત્રને આ રસ્તો પસંદ પડી ગયો. ઘરે આવ્યો. થાળીમાં દૂધપાક જોઈને જ એ પ્રસન્ન થઈ ગયો. મનમાં નક્કી કર્યું - આજે તો જોરદાર પ્રશંસા કરવી છે. દૂધપાક પીતા-પીતા એણે દૂધપાકની પ્રશંસા શરૂ કરી. “વાહ! શું દૂધપાક છે ! બહુ જ સ્વાદિષ્ટ છે. એને બનાવનારી પણ જોરદાર છે...' હજુ વધારે કશું બોલે ત્યાં તો રસોડામાંથી છુટું વેલણ પોતાના ઉપર આવ્યું. એ તો હેબતાઈ જ ગયો. ત્યાં અંદરથી અવાજ આવ્યો - “હું રોજ રસોઈ બનાવીને ઘસાઈ જાઉં છું. છતાં હજુ સુધી એક વાર મારી પ્રશંસા કરી નથી. આજે પાડોસણ દૂધપાક આપી ગઈ અને એમાં તમે તેના ચાર મોઢે વખાણ કરવા બેસી ગયા !?" બિચારો ! વખાણ કરવા ગયો તો પણ પરિણામ તદ્દન વિપરીત જ આવ્યું. હવે આ બન્ને પરિબળોને ઊલટસૂલટા કરી મિશ્રણ કરી નાખો. મતલબ કે જડના રાગની જગ્યાએ જડનો દ્વેષ ગોઠવી દો અને જીવના દ્વેષની જગ્યાએ જીવનો રાગ ગોઠવી દો. મતલબ કે દુનિયાના તમામ જીવો ચાહવા જેવા લાગે, દુનિયાના તમામ જીવો પ્રત્યે વાત્સલ્ય પ્રગટે તો કદાપિ ગુસ્સો થઈ શકે નહીં. અને જડ પ્રત્યે દ્વેષ પ્રગટે તો જડ એવા પૈસાને, દુકાનને, ઘરને નુકસાન પહોંચાડનાર પ્રત્યે કદાપિ ગુસ્સો થઈ શકે નહીં. જો કે રાગ-દ્વેષ સંપૂર્ણતયા ત્યાજ્ય જ છે. પણ, આટલું ય પરિવર્તન થાય તો ય લાભ થાય તેમ છે. જડ એવા કર્મોના પ્રતાપે જ આ આત્મા અનાદિ કાળથી ચૌદ રાજલોકમાં ભટકતો આવ્યો છે. આપણો મુખ્ય દુશ્મન આ કર્મરાજા જ છે. ગમે તેમ કરીને તેને ઉખેડવો છે. દુનિયામાં બીજો કોઈ આપણો --- 304