________________ ન હોય તેમ તે નિત્યચર્યામાં ગૂંથાયેલા રહેલા. આ બાજુ આ વાત ઉડતી-ઉડતી રાજા પાસે આવી. રાજાને પહેલાં તો આ વાત માનવા જેવી ન લાગી. પણ, જ્યારે ઘણાં બધાં લોકોએ આવી આંખે દેખ્યો અહેવાલ રજૂ કર્યો, ત્યારે રાજાને કબીરજી ઉપર ગુસ્સો ચડ્યો. એમણે કબીરજીને તરત જ હાજર થવાનું ફરમાન મોકલ્યું. આ બાજુ કબીરજીના આખી રાતના સંસર્ગને અનુભવી ચૂકેલ વેશ્યાના મનઃપરિણામ પલટાવા લાગ્યા. આવા અણિશુદ્ધ સંતને ફક્ત પૈસાના લોભે બદનામ કરવાનું તેને મન ન થયું. કબીરજીની દિનચર્યા જોતા-જોતા વેશ્યાનો એના પ્રત્યેનો સદ્ભાવ વધતો જ ચાલ્યો, વધતો જ ચાલ્યો. રાજાનું ફરમાન આવેલ હોવાથી કબીરજી અને એ વેશ્યા બન્ને રાજમહેલ તરફ ચાલી નીકળ્યા. રાજસભામાં પહોંચી હજુ કબીરજી મહારાજનું અભિવાદન કરે છે ત્યાં જ રાજાનો આવેગ-ઉકળાટ-વ્યગ્રતાથી ભરેલો અવાજ સંભળાયો. “કેમ કબીરજી ! આ તમારી જોડે કોણ છે ?" હજુ કબીરજી કંઈક કહે ત્યાં તો વેશ્યાએ જ માંડીને બધી વાત કહી દીધી. કબીરજીને અણિશુદ્ધ સંત તરીકે ઓળખાવી બ્રાહ્મણોના માયા -પ્રપંચને ઉઘાડો પાડી દીધો. અમુક બ્રાહ્મણોની આ નીચ વૃત્તિ જોઈ રાજાને બ્રાહ્મણો પર દ્વેષ પ્રગટ્યો. રાજાએ બ્રાહ્મણોને સભામાં પકડી મંગાવ્યા. જ્યારે બ્રાહ્મણોની જાણમાં આવ્યું કે વેશ્યાએ બધી વાત મહારાજને કરી દીધી છે - ત્યારે તે થર-થર કાંપવા લાગ્યા. રાજા આ બધાં બ્રાહ્મણોને સખ્તમાં સખ્ત સજા કરવા માંગતો હતો. માટે તેણે કબીરજીને જ પૂછ્યું કે “બોલો કબીરજી ! આ બ્રાહ્મણોને શું સજા કરવી છે ?' “અરે મહારાજ ! ઘરે આવેલા મહેમાનોનો સત્કાર હોય કે સજા હોય ? આ બ્રાહ્મણો તો મારા મહેમાન જેવા છે. આજે આવ્યા તો કાલે ઉપડી જવાના. એવા આ બ્રાહ્મણોને સજા કરવાની હોય ? છોડી મૂકો એમને ! એમને અભય આપી દો. એમને કોઈ સજા ન હોય.” કબીરજીના આ પ્રત્યુત્તરને સાંભળી સહુ ડોલી ગયા. રાજા તો પ્રસન્ન -પ્રસન્ન થઈ ગયો. કેવી ગજબ ઉદારતા ! બસ ! આ રીતે જો જગતના 238