________________ તમારો દીકરો હોય કે પત્ની - અને દરેક વસ્તુ - પછી તે તમારું માનીતું મકાન હોય કે દુકાન પણ - બધું મહેમાન છે. ટૂંકા રોકાણ બાદ તે બધાં એક દિવસ વિદાય લેવાના જ છે. તો પછી અચાનક કોઈ નિકટના સ્વજનની વિદાય થાય કે મનગમતી ચીજવસ્તુની વિદાય થાય ત્યારે અસમાધિ શા કારણે ? આઘાત શા કારણે ? મહેમાનની વ્યાખ્યા જ એ છે કે જે રીર્ટન ટિકિટ લઈને આવે તે મહેમાન. આ વ્યાખ્યા મુજબ દરેક વ્યક્તિ અને દરેકની તમામે તમામ વસ્તુ મહેમાન જ છે. કારણ કે જે જે વસ્તુ જ્યારે-જ્યારે પણ ઉત્પન્ન થાય છે ત્યારે જ તેના મૃત્યુની દિનાંક પણ લખાઈ જ ચૂકી હોય છે. તો પછી તે વસ્તુ કે વ્યક્તિ તેની ચોક્કસ દિનાંક પ્રમાણે જ વિદાય લે ત્યારે તેના ઉપર શોક, તેના વિરહમાં અસંતોષ/સંતાપ વગેરે શા કારણે ? એકાએક ઘરમાંથી દીકરી વિદાય લે ત્યારે ધર્મને છોડી દેવાનું તમને યાદ આવે છે. પણ શું ખાવાનું કે પીવાનું છોડો છો ? ઊંઘવાનું છોડો છો ? મોબાઈલ વાપરવાનો છોડો છો ? છાપું વાંચવાનું છોડો છો ? આમાનું કશું જ છોડવું નથી અને ધર્મને છોડ્યા વિના રહેવું નથી. પછી ઠેકાણું શું પડે ? દુનિયાની દરેક વ્યક્તિ મારા માટે મહેમાન છે - આમ વિચારી વ્યવહાર કરો તો ઘરમૂળથી બદલાવ આવી જશે. સામેવાળી વ્યક્તિના વ્યવહારમાં સન્માન ભળતું જશે, સત્કાર થતો જશે. એક વાર કબીરજીની વધતી જતી યશ, કીર્તિ, પ્રસિદ્ધિ વગેરેથી અકળાયેલા બ્રાહ્મણોએ તેમને બદનામ કરવાનો કારસો રચ્યો. ધનની લાલચે એક વેશ્યાને ફોડી તેમણે કબીરજીની ઝૂંપડીમાં રહેવા મોકલી દીધી. રાતથી જ એ વેશ્યા ઝૂંપડીમાં પહોંચી ગઈ. પણ, કબીરજીએ તેની સામે આંખ ઊંચી કરી જોયું પણ નહીં. વેશ્યા તો બીજે દિવસે સવારે રસોઈ વગેરે કામ કરવા લાગી. લોકોની નજર પડી કે કબીરજી સાથે કોઈ સ્ત્રી પણ રહે છે. ધીરે ધીરે વા સાથે વાત પણ ફેલાવા માંડી. લોકો કુતૂહલથી ઝૂંપડીની આજુબાજુમાં આંટાફેરા કરવા લાગ્યા. પણ, કબીરજીને તો આ બાબતની કંઈ પડી 237