________________ તમામ જીવોને મહેમાન તરીકે જોતા આવડે તો ક્યાંય ગુસ્સો ન આવે. આપણી સાથે દુર્વ્યવહાર કરનાર પર મહેમાનનો ભાવ જાગે તો ગુસ્સો થઈ શકે નહીં. વળી, એક બીજી વાત પણ આ પોલિસી જણાવે છે કે - જેવી રીતે દુનિયાના બીજા માણસો મહેમાન છે, તેવી રીતે તમે પોતે પણ આ દુનિયામાં મહેમાન છો, શાશ્વતકાળ માટે નથી. ફોઈ-ફવાના ત્યાં તમે મહેમાન થઈને ગયા હો ત્યારે તમારો વર્તાવ કેવો હોય ? વાણી કેવી હોય ? બસ, મારે તમને એ જ કહેવું છે કે જ્યારે તમે ઘરમાં હો ત્યારે પણ એ રીતે જ મહેમાન બનીને રહો, અડધાથી પણ વધુ સંક્લેશો ઘટી ગયા વિના રહેશે નહીં. કોઈની પણ સાથે શા માટે બગાડો છો ? જીંદગી છે, 70-80 વર્ષની. એમાં 10-20 -30-40 વર્ષ પસાર થઈ ચૂક્યા છે. શા માટે હવે થોડાક વર્ષો માટે તમારે કોઈની સાથે બગાડવું ? અહીં ક્યાં તમારે શાશ્વત કાળ માટે રહેવું છે ? પુત્ર-પુત્રી-પત્ની વગેરે કાંઈ ભૂલ કરી બેસે, તમને અણગમતું કરી બેસે, તમારી સેવામાં ઉણપ લાવે ત્યારે વિચારો કે હું તો મહેમાન છું, થોડા દિવસનો મહેમાન છું. પણ જ્યારે જ્યારે તેમને મારી વિદાય બાદ મારી યાદ આવે ત્યારે મારી કડવી યાદ તેઓને ન આવવી જોઈએ - આવું મારે કરીને જવું છે.” તમે માલિક બનીને રહો છો. માટે દુઃખી થાવ છો. જો માલિકના બદલે મહેમાન બનીને રહો તો દુઃખી થાવ તેવી શક્યતા નથી. હા ! હું મહેમાન છું - તેવું વચનથી નહીં, પણ અંતરથી સ્વીકારવું જોઈએ. ઘરમાં જેને મહેમાન કે મુસાફર બનીને રહેતા આવડે, દુકાનમાં જેને મુનીમ બનીને રહેતા આવડે - તે માણસ કદાપિ દુઃખી થઈ શકે નહીં. કદાચ કોઈકના ઘરે એક-બે દિવસ તમારે રહેવાનું થયું. એ ઘરની તમને શી પડી હોય ? એ ઘરમાં તમને માન-સન્માન થોડું ઓછું મળે તો શું તમે ગુસ્સે થઈ જાવ ? સમજો છો કે એક-બે દિવસ રોકાવું 239