________________ જે અંતરની વાત.... જામનગર-પાઠશાળા સંઘમાં શાસ્ત્રવાર્તાસમુચ્ચય ગ્રંથ ઉપરના ચાતુર્માસિક પ્રવચનો ચાલી રહ્યા હતા, જેમાં ક્રોધ અંગેની વાત નીકળી. પૂ. હરિભદ્રસૂરિ મહારાજે પ્રારંભિક શ્લોકમાં જ ચાર કષાયો ઉપર વિજય મેળવવાની વાત આલેખી છે. તેના અનુસંધાનમાં, વર્તમાનકાળના અનેક લોકોની અને મારી પણ નબળી કડી તરીકે ક્રોધ લક્ષ્યમાં આવતા, પ્રવચન દરમ્યાન સવિશેષ રીતે ક્રોધની ભયાનકતા દર્શાવી. પ્રવચન બાદ એક ભાઈ મને મળ્યા, મને વાત કરી કે - “સાહેબ ! ક્રોધની ભયાનકતા અંગે ઘણું જ વાંચ્યું, સાંભળ્યું છે ... આ ક્રોધના પ્રત્યક્ષ નુકસાનો પણ અનુભવ્યા છે. છતાં હજી ક્રોધની હકાલપટ્ટી કરવામાં સફળતા નથી , મળી. કંઈક એવું બતાવો કે ક્રોધ થતો હોય ત્યાં જ મગજમાં તે ઉભરી આવે, કંઈક પ્રેકટીકલ ઉપાય બતાવો, જેનું કંઈક પરિણામ તુરંતમાં જ મળે...” મને પણ એમની વાત વ્યાજબી લાગી. અને બીજા દિવસે પ્રવચનમાં જે રજૂ થયું તેનું નામ - પોલિસી. તે વર્ષે તો થોડીક જ પોલિસી પ્રવચનમાં જણાવી. છતાં તે નુસખો સહુને ગમ્યો. ઘણાએ તરત જ તેનો અમલ પણ કર્યો, અને સફળતા પણ મેળવી. પછી રાજકોટ, ભુજ, મુંદ્રામાં પણ ચાતુર્માસ દરમ્યાન પોલિસી ઉપરના પ્રવચનો લોકોને ખૂબ અસરકારક લાગ્યા. વ્યાખ્યાન દરમ્યાન ઘણા શ્રોતાઓ મહદંશે તેની નોંધ પણ કરતા. ત્યારથી જ “પોલિસી” ના