________________ પુસ્તકની માંગણી પણ શરૂ થઈ. પરંતુ સતત તે માંગણી હું ઠુકરાવતો રહ્યો, સમય-સંયોગનો ત્યારે સાથ ન હતો માટે જ સ્તો. વૈકલ્પિક રસ્તા રૂપે પ્રવચનોના પુસ્તકની ઝેરોક્ષ જિજ્ઞાસુઓ અરસપરસ કરી લેતા. છતાં તેઓની માંગણી સતત ચાલુ જ હતી. પોલિસીનો પ્રકર્ષ પાંગર્યો ભુજ ચાતુર્માસમાં. અત્રે પ્રસ્તુત "70' પોલિસી ઉપર લગભગ 70 દિવસ સુધી પ્રવચનો ત્યાં ચાલ્યા. ભુજ ચાતુર્માસમાં આ પોલિસી અંગેના પુસ્તકની માંગણી પ્રબળ બની. તે દરેક પ્રવચનોમાં નોટ-પેન લઈને હાજર રહેનારા શ્રુતપ્રેમી ઉદારદિલ શ્રીરમણિકભાઈએ તો પ્રથમ આવૃત્તિ વેળાએ પુસ્તકના આર્થિક સૌજન્યનો લાભ આપવાની વિનંતિ પણ કરી દીધી કે જ્યારે પુસ્તકનું મંગલાચરણ પણ મેં કર્યું ન હતું કે તેવી ધારણા પણ નહોતી રાખી. પ્રવચનોની સરસ નોટ તૈયાર કરનાર એક ભાઈ મને નોટ પણ આપી ગયા, પુસ્તક બનાવવા કામ આવશે તે વિચારે ! મુંદ્રા ચાતુર્માસ દરમ્યાન પણ આ વિષય આવ્યો. વરિષ્ઠ પત્રકાર શ્રી અશ્વિનભાઈ ઝિંઝુવાડીયા, શાસ્ત્રીજી સમેત અનેક જૈનેતર ધર્મપ્રેમી જનતા તરફથી વારંવાર માંગણી આવતી જ રહી કે - આપના આ પ્રવચનનું પુસ્તક બનાવો અને અમને આપો... આખરે આ પુસ્તકનું કાર્ય હાથ ઉપર લીધું. પોલિસી' પુસ્તક ખૂબ જ વ્યાપક ફલકમાં ક્રોધનો પરિચય કરાવે છે, કેટલીક પોલિસી ક્રોધ આવે તે પહેલા જ તેને દૂર કરવાના ઉપાયો સૂચવે છે, તો કેટલીક ક્રોધ થઈ ગયા બાદ જાળવવા જેવી સાવધાની સૂચવે છે, કોઈક પોલિસી ક્રોધની ભયાનકતા દર્શાવે છે, તો કોઈક પોલિસી ક્રોધની નબળી કડીને દર્શાવી તેને પરાસ્ત કરવાનો રસ્તો દર્શાવે છે.... ક્ષમાની સાથે સાથે અનેક સદ્ગણવૈભવને આત્મસાત કરવા માટે આ પોલિસી ખરેખર ઉત્તમ માધ્યમ બની રહેશે - તેવો વિશ્વાસ છે. કચ્છ એક એવો પંથક છે જ્યાં અનેક પંથી લોકો જોવા મળે છે, અનેક પંથો અહીં ફૂલ્યા-ફાલ્યા છે, પણ સહુ વચ્ચે ભાઈચારો અદ્ભુત છે. જૈન સિવાયની પ્રજા સાથે પણ એટલી જ આત્મીયતાની 13