________________ નહીં. ભલે થોડું વંચાય, પણ વાંચેલા પ્રકરણનો મર્મ બરાબર સમજાય એટલું ધ્યાન રાખવું જરૂરી છે. પુસ્તક પારકી છઠીના જાગતલ જરૂર બનાવશે, માનવીય ગુણોના માણેક સ્તંભનું સ્થાપન જીવનમાં એકવાર થઈ ગયું તો પણ મિત્રો ! મારો કાળિયા ઠાકર એ પછીની મોજ એની મેળે કરાવશે. ક્ષણાર્ધનો ક્રોધ સંબંધો બગાડી નાખવા માટે પર્યાપ્ત છે. ક્રોધથી બચી કેમ શકાય... ક્રોધને ટાળી કેમ શકાય... અને ક્રોધને પચાવી કેમ શકાયના કીમિયા આ “પોલિસી” દ્વારા મ.સા. રજુ કરે છે. ક્રોધ એ લીલી આંખવાળો શેતાન છે. અનુભવે કહી શકાય કે હિંસક ઘટનાના મૂળમાં તો ક્રોધ સાથે બોલાયેલું માત્ર એકાદ વાક્ય જ હોય છે. બહુ ઝડપથી ક્રોધનો આથો આવી જતી વાતચીત અપશબ્દ અને બાદમાં હાથાપાઈમાં પરિણમે છે. વિષનું વાવેતર એક વખત થઈ ગયા બાદ ક્યારેક તેના પડછાયા પેઢીઓ સુધી લંબાય છે. મિત્રોની ભાઈબંધીપેઢીના ભાગીદારો-પ્રસન્ન દાંપત્ય જીવન અને પડોશીઓ સાથેના સંબંધોને વરસાવવા એ ક્રોધ માટે ડાબા હાથનો ખેલ છે. “પોલિસી” પુસ્તકમાં ક્રોધને કાંઠલેથી પકડીને દબોચી કેમ નાખવો એના વ્યવહારુ અને પરિણામલક્ષી નુસ્મા કે ઉપાયો બતાવાયા છે. યુદ્ધની તૈયારી શાંતિના સમયમાં થાય... મન સ્વસ્થ અને શાંત હોય ત્યારે એકાગ્ર ચિત્તે પુસ્તકનું વાંચન થાય તો કેળવાયેલી સમજ જ ક્રોધથી બચાવી શકશે. પુસ્તકના લેખક કરતાં પ્રસ્તાવના લખનાર વિદ્વાન હોવો જોઈએ એ વણલખાયેલા નિયમનો અહિં ભંગ થાય છે, જેને માફ કરવા વાચકોને વિનંતી કરું છું.. પૂ.મ.સા.ના ઋણના ભારના કારણે ના પાડવાની ક્ષમતા રહી નથી... લખાણમાં ચૂક થઈ હોય તો સર્વેને મિચ્છામિ દુક્કમ્.. પૂ.મ.સા.ના સાંનિધ્યનો અલ્પ લાભ મળ્યો છે. “ઉંમર ઉછીની આપી શકાતી હોત તો ?" નો પ્રશ્ન ઘૂમરાયા કરે છે. - અશ્વિન ઝિંઝુવાડિયા તા.૧૬-૧૧-૨૦૧૭, શનિવાર, મુંદ્રા, કચ્છ 11