________________ ગુમાવી દેવાનું બને ! ત્યારે, (2) ભાવી ભવ કેવો? શાસ્ત્ર કહે છે મોહવશ આપઘાત કરનારની સદ્ગતિ થતી નથી. અને દુર્ગતિનો ભવ એટલે દુઃખ, દુષ્કૃત્યો, અને છે, સારો ભવ મળવા ઉપર તો કેટલાય દુઃખ અને પાપોથી બચી જવાય છે; જ્યારે હલકા ભવમાં સહેજે સહેજે તેવા તેવા પાપોભર્યું જીવન જીવવું પડે છે. બિલાડીનો ભવ જ એવો કે ઉંદરા, કબૂતરાને મારવાની ચોંટ રહ્યા કરે ! મનુષ્યભવની સરખામણીમાં બીજા હલકા ભવમાં પાપકૃત્યો પણ ભારે ! પાપબુદ્ધિ ય ભારે ! તેમ પીડા અને પરાધીનતા ય બહુ ! આટલી તો પછીના ભવની વાત થઈ. હવે, (3) એવા ભવની પાપલીલાના પરિણામે શું દેખવાનું એ વિચારો, હલકા અવતારમાં સેવેલાં પાપવિચારો અને પાપકૃત્યોથી આત્મા પર ભારે અશુભ કર્મનાં બંધન લદાય; ને એથી દીર્ઘ દુર્ગતિના દુ:ખો ઉતરી પડે એ સહજ છે. વળી હલકા ભવની કાર્યવાહીમાં કેળવાયેલા હિંસાદિના કુસંસ્કારોની કેટલાય ભવો પર્યત પુનરાવૃત્તિ થયા કરે ! આ બધી પરિસ્થિતિમાં દેવગુરુ અને ધર્મને દેખવાની વાત જ ક્યાં મળે ? તે નહિ, તો સારી વાત ક્યાંથી સૂઝે ? માનવભવમાં કરવા યોગ્ય શું? આ બધું શાની પાછળ ? મોહવશ આપઘાત કરવા પાછળ જ ને ? ત્યારે વિચારો કે આપઘાત કરીને કદાચ અહીંના કોઈ ત્રાસઅપમાનથી છૂટ્યા ય ખરા, પણ બીજું કેટલું ભયંકર નુકસાન ? આ નુકસાન પણ એકલા આપઘાત પાછળ જ છે એમ સમજતા નહિ. જીવનમાં સેવેલા થોકબંધ પાપાચરણો, સ્વાર્થોધતા, વિષયાંધતા, ગુમાનગુસ્સા-પ્રપંચાદિ દુર્ગુણો વગેરેની પાછળ પણ એવાં જ નુકસાનો છે;માનવ ભવની કઈ ઊંચી તકો ગુમાવવાની ! પછીનો ભવ હલકો ! અને એના પરિણામે પારાવાર દીર્ઘ આત્મવિટંબણા ! 28 ઉપાધિ થી સમાધિ તરફ