________________ માટે જ, દયાળુ જ્ઞાની ભગવંતો કહે છે કે, માનવ ભવનાં ઊંચા મૂલ્યાંકન કરો.” સુંદર તકોને સમજો ને સફળ કરો, “જડનાં આકર્ષણ પડતાં મૂકી નિજના આત્માનાં આકર્ષણ કેળવો વધારો.' આધિ-વ્યાધિ-ઉપાધિના તાપમાં તપ્યા રહેવાને બદલે એને ઘટાડતા આવો અને સમ્યમ્ જ્ઞાન-દર્શન-ચારિત્રની શીતલતાનો અનુભવ કરતા ચાલો. આપણી વાત એ હતી કે સત્ત્વ હણાઈ ગયા પછી માણસ આપઘાત સુધી પહોંચી જાય છે, ને અપરંપાર દુર્દશાને નોતરી લે છે. સત્ત્વના ઘાત તામસભાવને વેગ આપીને કેઈ અપકૃત્યો-અનર્થોને ઊભા કરે છે. માણસ સત્ય મૂકી અસત્યને કેમ ભજવા જાય છે ? જૂઠું કેમ બોલે છે ? નીતિ-પ્રામાણિકતા જેવા સુંદર ગુણને બદલે અનીતિ કહો સત્ત્વ હણાઈ ગયું છે, ને તામસભાવ જોરમાં આવ્યો છે, માટે એ બધું બને છે. ત્યારે હમણાં કહેલા આ ભવ-પરભવના દુઃખદ પરિણામોને વિચારતાં સત્ત્વનાશની પાછળ ભયંકરતા કેટલી, અને એની સામે અહીં સેવેલ અસત્ય-અનીતિ વગેરેથી કદાચ પૈસા-ટકા વગેરેનો લાભ થયો દેખાયો તો તે શી વિસાતમાં ? જીવનમાં કઈ ઈર્ષ્યા, ગુમાન, વિષયાંધતા, હિંસા-પરિગ્રહ વગેરેના કુમાર્ગ પર દોડ્યા જાઓ છો, પણ જરા ઊભા રહો, થોભો અને વિચાર કરો કે એ ઈર્ષ્યાદિ બધું કરવાની કોઈ જ જરૂર નથી જો દિલમાં સત્ત્વ જાગતું છે, સાત્ત્વિક ભાવ સલામત છે. એ બધાં તો તામસભાવનાં તોફાન છે. એકેન્દ્રિયાદિ કેઈ હલકી યોનિઓ વટાવી ત્યારે તો આ સત્ત્વ સુલભ બને એવો રૂડો માનવજન્મ પામ્યા ! હવે શું અહીં જ સત્ત્વને હણી ઉપાધિ થી સમાધિ તરફ 29