SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ આધિ-ઉપાધિ અને ચડસથી સત્ત્વનો નાશ : કહો, માનવજીવનનો આજ સાર ખેંચવાનો ? ના, ત્યારે આવો ઝટ ફરી મનુષ્યભવ મળે ? તે ય ના. બધું ના ના કહીએ છીએ ખરા, પરંતુ પોતાના જીવન માટે વારંવાર આ જાગ્રતિ ક્યાં છે કે જીવન તો એવું જીવ્યે જાઉં કે જે મને જરા ય પશ્ચાત્તાપમાં ન મૂકે, પરાધીન અને વેવલો ન બનાવે ! આપઘાત કરવાની પ્રવૃત્તિ સુધી પહોંચી જાય, એની પાછળ કેટલો હૃદયકલેશ ન કરે ત્યાં સુધી મારી શી કિંમત ?" અને ચડસ-મમતમાં ચઢી વડીલોની સલાહને ઠોકર મારી તો સંયોગ એવા ઊભા થયા કે એણે આત્માનું સત્ત્વ હણી નાખ્યું ! સત્ત્વ હોય તો કાયરતાથી મરવાનો વિચાર શાનો આવે ? સત્ત્વનાશનાં નુકસાન : સત્ત્વ હણાયાની નુકસાની તો અપરંપાર છે. કેટલી નુકસાની એનું લેખું ન મંડાય. અહીં જ જુઓને કે આ શ્રેષ્ઠિપુત્ર ચન્દ્ર આપઘાત કરી નાખે પછી, એની પાસે શું રહ્યું ? અને કેટકેટલું ગુમાવ્યું ? તથા, ભાવી ભવ કેવો ? અને, એવા કોઈ હલકા ભવની પાપલીલા પછી શું દેખવાનું ? (1) આપઘાત પછી પાસે શું રહ્યું ને કેટલું ગુમાવ્યું. એનો વિચાર કરો તો દેખાશે કે રહેવામાં માત્ર પોતાનો આત્મા, કર્મ અને સંસ્કારો; ગુમાવવામાં અહીંની માલમિલકત, કુટુંબ-પરિવાર ...યાવત્ વર્ષોની મહેનતથી પાળેલો-પોષેલો પોતાનો દેહ ! આટલું જ નહીં, માનવભવ અને એમાં રહેલી સત્ય, નીતિ, પરોપકાર, સજ્જનતા, સૌમ્યતા, વગેરે ગુણો કેળવવાની તથા દયા-દાન-શીલ-તપ-ભાવનાદિ અનેકવિધ સાધનાની તક પણ ગુમાવવાની ! દેવાધિદેવ, એમનું શાસન, સદ્ગુરુઓ શાસ્ત્રો, અને કલ્યાણમિત્રો તથા ધર્મસ્થાનો... આ બધું ગુમાવવું પડે ! મહાન પુણ્યોપાર્જન અને વિપુલ કર્મનિર્જરાના સોનેરી અવસર ઉપાધિ થી સમાધિ તરફ
SR No.032821
Book TitleUpadhithi Samadhi Taraf
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy