SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ નિવારી શકતો, તો મનગમતા સંયોગ પર ગુમાન શા ધરવા'તા ? કે એના શા ઓરતા કરવા'તા ? ગુમાન કર્યું એ થોડા જ ટકે છે ? આશાઓ ધર્યું એ થોડા જ મળી જાય છે ? એવું જ અણગમતા સંયોગના ખેદ કર્યું કે એ ન આવવાના વલખા માર્યો થોડા જ અટકે છે ? તો શા સારુ ખેદ કે વલખાં મારવા ? જ્યાં ગુલામી છે, જ્યાં આપણું ધાર્યું થવાનું નથી, ત્યાં તો ઉદાસીન બની રહેવું જોઈએ. પણ આ સમજ કે હોશિયારી નથી એટલે વરણાગી કે વિહવળ થવાય છે; અને એની પાછળ કઈ પાશવી કૃત્યો આચરાય છે, ઘમંડ-હિતેષીઓની અવગણના, અન્યાય, ઇર્ષ્યા, સ્વાર્થોધતા, અસહિષ્ણુતા વગેરે સેવાય છે. વિચારો કે આ બધું શાના ઉપર ? બેકાબૂ સંયોગો પર જ ને ? જો એ જાગ્રતિ હોય કે “સંયોગો તો એની રીતે વર્તવાના-ટકવાના, મારી ઇચ્છા પ્રમાણે નહિ, તો એમ થાય કે તો પછી શું કામ હું મળેલી મહાદુર્લભ માનવતાને દોષ-દુષ્કૃત્યોથી વિણસાડી નાખું? શા માટે સંયોગોના ગુને મારા આત્માને પાપોથી દંડું? તો ઊલટું એજ સંયોગોમાંથી આત્મહિતનો કસ ખેંચી લઉં. એના જ દ્વારા પછી ભલે એ સારા હો, યા નરસા, ઉત્તમ સદ્ગુણો, સદ્ભાવના અને સત્કૃત્યોની ભરચક કમાઈ કરી લેવાની.” ચન્દ્ર આપઘાત કરવા જાય છે : ચન્દ્ર બિચારો મનગમતા સંયોગ બળજબરીથી ઊભા કરવા ગયો તો જાતનું કમાવવાને બદલે બાપનું ગુમાવી બેઠો ! હવે પાછું એ અહત્વ નડે છે કે- “હું સગાંને મોટું શું બતાવું ? કે કોઈની નોકરી કેમ કરું ?' એટલે કપરા સંયોગમાં સમતાભાવ, હિંમત અને લઘુતાનું સારું તત્ત્વ ઊભું કરી શકતો નથી. એણે તો નક્કી કર્યું કે- ‘હવે તો મારાથી જીવતા રહેવાય એમ નથી. બસ આપઘાત કરી દઉં !' નક્કી કર્યું એટલું જ નહિ, પરંતુ ત્યાંથી થોડું ચાલી એક ઝાડ પર ચઢ્યો અને ગળે કપડાનો એક છેડો ફાંસી બાંધી બીજો છેડો ઝાડ પર બાંધી દે છે ! ઉપાધિ થી સમાધિ તરફ
SR No.032821
Book TitleUpadhithi Samadhi Taraf
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy