________________ સંસાર સારભૂત માન્યો છે માટે : વિચારી જુઓ કે આવા સંસારમાંથી કોણે સાર કાઢ્યો છે તે તમે કાઢી જશો. મોટા ચમરબંધી ચક્રવર્તીઓ અને ઇંદ્રો પણ કોઈ જ સાર કાઢી શક્યા નથી. “ના, અમે એમાંથી સાર નીકળવાનું તો સમજતા નથી.' એમ કહેતા મા; સાર નીકળવાનું ન સમજતા હો તો કદાચ કમ તાકાતે એને છોડી ન શકો. પણ એ તો કહો કે એની પાછળ માનવતાના ગુણો કેમ ગુમાવાય છે ? અસાર લક્ષ્મી લાવવા પાછળ કેટ-કેટલા પ્રપંચ અને જૂઠ ડફાણ હંકાર્યો રખાય છે ! કેટલી કારમી તૃષ્ણા અને અનીતિ સેવાય છે ! ઉપકારી માતા-પિતા અને ભાઈ-ભાંડુ સાથે પણ કેવા ઝઘડા કરાય છે ! સાધર્મિક ને સાધુ પર પણ કેવો અભાવ કેળવાય છે ! શું લક્ષ્મીને સારભૂત અને જીવન-સર્વસ્વ માન્યા વિના જ એ તુચ્છ ને ક્ષણિક માટી પાછળ નિજનું જીવન અને આત્મા માટી જેવો કરાય છે ? શું શરીરને મળતા માનસન્માન અને ભોગ સુખો સારભૂત અને કિંમતી માન્યા વિના એની પાછળ દંભ, ઈર્ષા, જોહુકમી વગેરે શિયાળિયા, કૂતરા વાઘ-વરુ આદિની રમત કરાય છે ? અલબત્ત માણસને જીવન-નિર્વાહ માટે વ્યવસાય કરવો પડે તેથી અધિકનો પણ લોભ થાય, કિન્તુ એની પૂર્તિ કરવા પાછળ માણસાઈ ગુમાવાય ? માણસાઈનો ઘાત કરનારા એ અસત્ય, અનીતિ, જીવઘાતક ધંધાધાપા, મદ, માયા વગેરેથી પાપો પરલોકમાં કેવાં જીહાછેદ, હસ્તછેદ, જીભ, દાંત, મુખ, હસ્ત વગેરેના રોગ, પશુ-પંખીના કે કીડા મંકોડાદિના અવતાર વગેરે કારમાં ફળ નીપજશે તે ભૂલાય ? પણ કહો કે લક્ષ્મીરૂપ સંસાર સારભૂત માન્યો છે માટે બધું ભૂલાય છે. ક્ષુદ્રતા-અહંકાર અને સ્વાર્થપરાયણતા, ઇર્ષ્યા, વેરઝેર અને નિંદા, શઠતા, જૂઠ અને અનીતિ, વિષયલંપટતા અને કષાયપ્રિયતા, ઇત્યાદિ દુર્ગુણો પશુની માફક કે તેથી અધિક માત્રામાં જેની ખાતરી કરવામાં આવે છે; એને સારભૂત માન્યા માટે જ કરાય છે ને ? એને તુચ્છ માન્યા હોત, દુઃખરૂપ માન્યા હોત તો કરાત? ઉપાધિ થી સમાધિ તરફ (૯પ