SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનીઓ કહે છે, અને વિવેક ચક્ષુથી જોઈ શકાય છે કે સંસાર નિસ્સાર છે, દુ:ખરૂપ છે. (2) સંસાર દુઃખફલક : સંસારનું કાર્ય પણ દુ:ખ ઊભું કરવાનું છે. માટે જ સંસાર એ એકલો દુઃખરૂપ નહિ પણ દુ:ખફલક પણ છે. અહીં પણ પરિણામે દુઃખ દેખાડે, અને પરલોકમાંય દુઃખના થોક વરસાવે. સંસાર શું છે ? બાહ્ય સંસાર વિષયોરૂપ અને આંતર સંસાર કષાયરૂપ. હવે જુઓ વિષયરૂપ સંસારની વિટંબણા : સંપત્તિ, સગાંવહાલાં, પ્રિયપદાર્થો વગેરે વિષયોના સંગમાં અહીં રોગો ને રગડા ક્યાં ઓછા થાય છે ? ઇષ્ટ વિષયોનો વિયોગ થતાં કેવા કલેશ, કષ્ટ અને કલ્પાંત જન્મે છે ! આજે દુનિયા ત્રાહિ-ત્રાહિ પોકારે છે એ શા કારણે ? વિષયોના લીધે જ ને ? સગાં-સ્નેહી સાથે પણ કોરટોમાં ઝગડવાનું ને એમના તરફથી બીજા ત્રાસ જન્મવાનું મૂળ તો વિષયોના-દુન્યવી પદાર્થોના કારણે જ ને ? ઘરસંસારમાં એકબીજાના ઊંચા મન, કડવા બોલ, અને કટુ વર્તાવ, આ બધું વિષયોના હિસાબે જ થાય ને ? એમ, કષાયરૂપ સંસાર પણ ક્યાં ઓછી વિટંબણા આપે છે? ક્રોધ કરતાં તો કરી નાખ્યો પણ પછી પસ્તાવાનો પાર રહેતો નથી; સામાના પ્રેમ-સર્ભાવ ખંડિત થાય છે; ને કદાચ આગળ વધીને જીવનભરના યા ભવોભવના વૈર-વિરોધ ઊભા થાય છે. અગ્નિશર્માએ ઉપાધિ થી સમાધિ તરફ
SR No.032821
Book TitleUpadhithi Samadhi Taraf
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy