________________ પડે છે કે હાય , પણ ટૂંકી રહ્યા છે ઘરની પ્રફુલ્લતા અનુભવે તો એ પણ એક પ્રકારની આધિ છે. સૂક્ષ્મ વાત છે આ. આને સૂક્ષ્મ એટલા માટે કહેવાય છે કે આમાં આધિપણું શું એમાં તાપ ક્યાં આવ્યો, એની તરત ખબર પડતી નથી. આધિ તત્કાળ સીધી પીડે. એ તો જણાય સીધું બચકું ભરે, ડંખ મારે કે કરડે ત્યાં તમે કરડ્યાનું કહેવા તૈયાર છો, પણ ઉંદર ફૂંકી ફૂંકી કરડે એ વખતે પીડા નથી જણાતી એટલે કરડ્યો લાગતું નથી. પણ ટૂંકી રહ્યા પછી જાગતાં કે લહાય ઉઠતાં ખબર પડે છે કે હાય ! ઉંદર કરડ્યો. તેમ, રાગ, હર્ષ કે રતિના ઘરની આધિ આત્માને વળગી, ડંખ મારે, પણ તરત લહાય લાગતી નથી એટલે ખબર નથી પડતી કે આ કરડી; કેમકે ફંકીને કરડવાનું છે. પણ રાગનો કાળ પૂરો થાય ત્યારે ખબર પડે છે. રાગનો કાળ પૂરો થાય એટલે ? કર્મની એક થપાટ પડે, કાં તો ઝૂંટવી લે, કાં તો પરવશ કરે, ત્યારે ખબર પડે ! પછી વિચાર કરે કે- “હું તો મનોરથ કરતો હતો પણ કંગાલ કંગાલ થયો. મેં ધાર્યું હતું બહુ સારો લાભ થશે, સારો પરિગ્રહ સાંપડશે, પણ અહીં તો સરટેક્સ, સુપરટેક્સ, આ ટેક્સ, ને તે ટેક્સ લાગુ થઈ ગયા, મને શી ખબર કે આવા ટેક્સ પડશે, નહિ તો આવી મહેનત કોણ કરે ?" પરિગ્રહ પર રાગ ન હોત, આધિને ડંખવા દીધી ન હોત તો પીડા ન હોત. ઉંદર ફૂકે છે ત્યારે ડંખની પીડાની ખબર પડતી નથી, ફૂંક પૂરી થાય ત્યારે લહાય ઉઠે છે, “અરેરે ! મેં તો આમ ધાર્યું હતું અને આમ થયું !" એમ કહી હવે પોતાની જાતને ગમાર કહે છે. દીકરો નહોતો ત્યાં સુધી, “પુત્ર કેમ થાય, ક્યારે થાય, આવો થાય, તેવો થાય” વગેરે મનોરથ કરે છે ! દીકરો મળ્યો, ખરાબ પાક્યો એટલે મારે છે બૂમ કે- “હાય ! આવો પાક્યો ?' રાગનો કાળ પૂરો થયા પછી, પીડા થયે ચાદર ઓઢીને રુએ છે ! આ બધી છે રાગની આધિ. સંસારમાં કઈ બાબતોની આધિ : બરાબર તપાસજો. રાગનો, ખુશીનો, અને આનંદ-મંગળનો ઉપાધિ થી સમાધિ તરફ