________________ ઠંડકવાળો ડંખ જો લીધો, તો ઉંદરના ફંકવાળા ડંખની જેમ એ પૂરો થયે સંતાપ, ચિંતા, વગેરેની બળતરા ઊભી કરતો દેખાશે. પછી કોકને પુણ્યનું જોર વધારે હશે તો અનુકૂળતા વધારે ટકવાના હિસાબે રાગનો કાળ લાંબો ચાલશે. પણ એનો અંત તો આવવાનો, આવવાનો, ને આવવાનો જ છે. ખરું જોતાં એના વચલા કાળમાં ય ઝોલા તો આવે જ છે. છોકરો સારો આવી મળ્યો છે છતાં એને બિમારી આવી, એ વેપારાદિમાં ભૂલ્યો-ભાલ્યો, એ આધે-પાછો થયો, એને કોઈએ કનડ્યો ઉતારી પાડ્યો, વગેરે વગેરે કઈ બાબતો એવી ઊભી થાય છે કે એમાં રાગી માબાપના હૃદય વલોવાઈ જાય છે ! આધિના જુવાળ ચઢે છે ! હાલતાં ને ચાલતાં ચિંતા, વિમાસણ, ને વિકલ્પો, હૈયાને સંતાપ્યા કરે છે ! અને આ કાંઈ એક જ બાબતમાં છે ? સાંસારિક જીવનમાં એવી ઢગલાબંધ બાબતો છે કે જે આધિની આતશ સદા અણબુઝી રાખે છે. કહો કે સંસાર એટલે આધિની અગ્નિ ભઠ્ઠી. કેઈ લાગણીઓ પાછળ આધિ : આધિ પાછી એક પ્રકારની નથી. આત્માની કેઈ લાગણીઓ આધિથી પરિવરેલી બને છે. રાગની આધિ જુદી, તેમ દ્વેષની આધિ જુદી. પેલી તો હજી સંતાપ તરીકે વરતાતી નથી, પણ આ વૈષની આધિ તો સહેલાઈથી વરતાય છે. અણગમતી વસ્તુ પર અરુચિ ઉઠી એટલી વાર, એની પાછળ આધિ ઉઠી જ છે ! એમ ઈષ્યની પાછળ આધિ ! કોઈના પર દ્વેષ થયો તો ત્યાં જાગી આધિ ! આધિ સમજો છો ને ? માનસિક ખોટી ગડમથલ. એક ષ કે ઇર્ષા જાગી, કે તરત એના વિકલ્પો હાયવોય, કુવિચારોની હારમાળા, અને માનસિક યોજનાઓ વગેરે વગેરે કઈ પાપી ગડમથલ ચાલે છે ! આ બધી આધિ છે. એમ ગર્વની પાછળ, દંભની પાછળ, નિંદાની પાછળ, તૃષ્ણાની પાછળ, મમતાની, વગેરે વગેરે આંતર દુશ્મનોની પાછળ, દુનિયાની એકેક ચીજ પાછળ આધિના ઝુંડ ઊભરાય છે. આવી આધિનું જોર હોય ત્યાં સુધી જીવને શાંતિ શી રીતે મળે? ઉપાધિ થી સમાધિ તરફ * | જી