________________ સંસારના ત્રિવિધ તાપ કેમ ટળે ? રાગ ફંકીને કરડે છે : પરમ ઉપકારી શ્રી જિનેશ્વરદેવનું શાસન કહે છે કે સંસારમાં આધિ-વ્યાધિ-ઉપાધિના ત્રિવિધ તાપથી તપી રહેલા જીવોએ જો શાંતિ મેળવવી હોય, એવી ઠંડક જોઈતી હોય જેથી એ ત્રિવિધ તાપનો લેશ પણ આત્મામાં રહે નહિ, તો રત્નત્રયીની આરાધના સિવાય બીજો કોઈ પણ ઉપાય જગતમાં નથી. રત્નત્રયી એટલે સમ્યગદર્શન, જ્ઞાન તથા ચારિત્ર. એની આરાધના એટલે એનું ઉપાર્જન, રક્ષણ, વર્ધન, નિર્મલીકરણ, અનુમોદન, પ્રીતિ, ભક્તિ વગેરે વગેરે. રત્નત્રયીની આરાધના એટલે ત્રિવિધ તાપને શમાવી અપૂર્વ ચિરંજીવી શાન્તિ અને ઠંડક આપનારી પ્રક્રિયા. આવી શાંતિ, આવી ઠંડક પ્રાપ્ત કરવા માટે દર્શન, જ્ઞાન, ચારિત્ર (રત્નત્રયી)ની આરાધના સિવાય આ જગતમાં બીજી કોઈ પણ આરાધના કરી શાંતિ ને ઠંડક મેળવવા ફાંફાં મારીએ તો આત્માનું નર્યું અજ્ઞાન છે. એમાં તો આધિ-વ્યાધિ-ઉપાધિના તાપ પડ્યા કરે છે. આધિ એટલે માનસિક સંતાપ, હાયવોયની વિચારણા, સંકલ્પવિકલ્પની હારમાળા, નિરંતર અજંપો, સૂક્ષ્મ કોટિમાં ઉતરીએ તો આત્માનો જડ સામગ્રીમાં તોષ એ પણ આધિ છે. જડ સામગ્રીમાં મન ઉપાધિ થી સમાધિ તરફ