SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ રજપૂત સમય 169 નામના નાગર મંત્રીને નીમ્યા. કલ્યાણ શેઠથી આ સહન થયું નહિ. તેથી તેણે માલજીનું ખૂન કર્યું. રાહે કલ્યાણ શેઠને મૃત્યુદંડની શિક્ષા કરી. માલજીના પુત્ર મહીધરને મંત્રીપદે સ્થાપે. આમ વાણિયા–નાગરના પક્ષે પડ્યા અને વાણિયાઓનું જોર તેડવા રાહે વડનગરથી આવી તળાજામાં વસેલા નાગને જૂનાગઢ તેડાવ્યા તથા રાજ્યમાં જુદે જુદે સ્થળે તેમને અધિકારે આપી રાખ્યા. કલ્યાણ શેઠના પુત્ર લવજીએ બાપનું વેર લેવા જ્યારે પિતાની અશકિત જોઈ ત્યારે તે દિલ્હી ગયું અને સુલતાનને સૌરાષ્ટ્ર ઉપર ચડાઈ લઈ આવવા સમજાવવા વૃથા પ્રયત્ન કર્યો. કે જેણે દુષ્કાળમાં તેના અન્નભંડારે લૂંટાવ્યા હતા.' વિશળદેવ વાઘેલો : આ સમયે ગુજરાતની ગાદીએ વિશળદેવ વાઘેલે રાજ્ય કરતું હતું. તેના રાજ્યમાં તેની આજ્ઞાથી શત્રુંજય ઉપર જ્યાં વસ્તુપાળને અગ્નિસંસ્કાર કર્યો હતો ત્યાં તેના પુત્ર જેતસિંહ વા નેત્રસિંહે જિનાધીશ મંદિર પર્વતાકારે પોર્ટુગલના ગામ સીંદ્રામાં પોર્ટુગીઝ લેટમાં ગયેલા સં. 1343 (ઈ. સ. ૧૨૮૭)ના લેખમાં તેનું નામ વિશ્વમલ લખ્યું છે. વીશળની બહેન પ્રેમલદેવી વંથળીના રઠેડ ક્ષેમાનંદને પરણી હતી. તેથી આ પ્રદેશ તરફ તેણે કદી દૃષ્ટિ રાખી હોવાનું જણાતું નથી. રાહ ખેંગારને દુષ્ટબુદ્ધિ મિત્ર તેને અધમતાની ગર્તામાં લઈ ગયા. તેણે તથા અર્જુનસિંહે એક મેર અબળાની લાજ લૂંટી. તેથી મેરેએ ઉશ્કેરાઈ જઈ તેઓને ઘેરી લીધા. તેમણે બહાદુરીથી મેરે સામે લડતાં તેમના પાપના પરિણામે પ્રાણુ ખોયા. 1. જગડુશા કહેવતમાં કહેવાય છે તેવી પ્રસિદ્ધ વ્યકિત છે. તે કચ્છના ભદ્રેસર હતા. પારદેશના પીઠદેવ નામના રાજા સાથે તેને વેર બંધાયું હતું; પણ લવણુપ્રસાદ તથા વિરધવલની સહાયથી તેને ફાલવા દીધો નહિ અને જગડુશાએ ચણેલે ભદ્રેશ્વરને કિલ્લો જોવા બોલાવી તેને ઝેર દઈ મારી નાખ્યો. તેણે યવને સાથે કરેલા વેપારના નફામાંથી મજીદ ચણાવી તથા બીજાં ધમકાર્યો કર્યા. સૌરાષ્ટ્રના સાગરતીરે આવેલી હરસિદ્ધ માતાએ તેનાં ડૂબતાં વહાણ બચાવ્યાં. તેથી તેનું દહે બંધાવ્યું. 2. સોમનાથ પાટણમાં અષ્ટાદશપ્રાસાદ વસ્તુપાળે કર્યા હોવાનું જણાય છે. સોમનાથનું પૂજન જૈને કર્યું હોય તે મનાય નહિ. 3. આ રાઠોડ વંશની ચર્ચા આવતા પ્રકરણમાં કરવામાં આવી છે.
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy