SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ 18 સૌરાષ્ટ્રને ઇતિહાસ રાહ ખેંગાર ૩જે. ઈસ. 1253 થી . સ. 1260 રાહ ખેંગારે કાઠીઓના હાથે મરાયેલા તેના પિતાની ગાદીએ બેસી વેર લેવા તેઓ ઉપર ચડાઈ કરી. અર્જુનસિંહે તથા ખેંગારે તેઓને પીછો પકડયે. કાઠીએ પાટણવાવના ઓસમના ડુંગરમાં ભરાયા; પણ રાહે તેઓને ઘેરી લીધા અને શરણે આવવા ફરજ પાડી. કાઠીઓને ઢાંકમાં કેટલીએક જમીન આપી પસાયતાં આપ્યાં. અને તેમણે રાહ મહીપાળને દગાથી મારનાર કાઠી એભલ પટગીરને સેંપી દેતાં તેણે રાહની માફી માગી; તેથી તેને છોડી મૂકયે. રાજખટપટ : રાહ ખેંગાર તથા અર્જુનસિંહને ગાઢ મૈત્રી થઈ. તેથી રાહને મંત્રી કલ્યાણ શેઠ તેને દૂર કરવા પ્રયત્ન કરતે હતે. ખટપટ વધી ગઈ રાજ્યમાં અનેક કાવાદાવા શરૂ થયા. કલ્યાણ શેઠ શત્રુને મળી ગયું છે તેવી રાહને શંકા જતાં અર્જુનસિંહની સલાહથી તેને મંત્રીપદેથી દૂર કરી તેની જગ્યાએ માલજી મેટિલાની ઉત્પત્તિ બ્રાહ્મણથી થઈ કહેવાય છે. સિહોરને ત્રિકમ જાની તેના ભાઈને મારી તળાજામાં આવ્યું. ત્યાં દેવા દેરેલા નામના આહિરની પુત્રી તેને પરણવા તૈયાર થઈ. પણ ત્રિકમે ના પાડી; તેથી એભલ વાળા (દીયા તળાજા ડુંગરે કન્યાદાન કરેડ-એ એભલ) વચમાં પડ અને ત્રિકમના વારસે બાબરિયાના મુખી થશે તેમ કહી લગ્ન કરાવી આપ્યાં. (આ પ્રસંગની સુંદર લેકવાર્તા છે. જુઓ શ્રી. મેવાણકૃત રસધાર.) ત્રિકમના પુત્રનું નામ કટિલ પાડયું, કારણ કે તેને કેટે જઈ હતી, અથવા તેના કપાળમાં ટીલું હતું. જેઠવા નાગાજણને પુત્ર હલામણ હતો. તે માલ નામની ધાંખડા કુટુંબની કન્યાને પર . તેને પુત્ર વરુ નામે થયે. 1. અર્જુનસિંહ ઢાંકીને રાજા હતો તેમ આ વર્ણનમાંથી માત્ર ઉલ્લેખ મળે છે. ઢાંક ઉપર જેઠવાઓને અધિકાર હતો. નાગભાણ જેઠવા ઘુમલીનું રાજય યુવરાજ વીકિયાજીને આપી, પ્રેહ પાટણ-ઢાંક રહેવા જતા રહ્યા. તેની સાથે તેની પટરાણ સેન કાઠિયાણું ગયાં. તેને નાગાજુન નામે પુત્ર હતો. રાણીએ ઢક નાગાર્જુનને આપવા વિનંતિ કરી, જે રાણાએ સ્વીકારી નહિ. તેથી તે તેના પિયેર તળાજા જતી રહી. થોડા વખતમાં ધુંધણીમલે પાટણને પ્રલય સર્યો. (ધરતીકંપ થયો હશે.) તેના વિનાશ ઉપર ઢાંક બંધાયું. તળાજેથી નાગાર્જુન પાછો આવ્યો અને તેણે શાલિવાહનને હરાવ્યું. આ ઘટનાનું વર્ષ નક્કી થતું નથી. રાણાઓની વંશાવલી જોતાં નાગાજન વિકમની ત્રીજી કે ચોથી શતાબ્દીમાં થયો હોય, વળી શાલિવાહન કયાંથી તે સમયે આવે ? તે ઇ. સ. પવે ૭૮માં થયો. જેસલમીરનો શાલિવાહન કે જે ઈ. સ. 1168 તેણે કાઠીએાને હરાવી નસાડી મૂક્યા. સંભવ છે કે કાઠીઓને પ્રેહપાટણમાં તેમની કુંવરી લગ્નમાં આપતાં આશ્રય મળે . અને આ જેસલમીરના ભદ્દી શાલિવાહને તેનો પીછો પકડી પ્રહપાટણ જીતી નાગાર્જુનને માર્યો હોય, પણ તે અરસામાં જેઠવાની ગાદીએ રાણું ભારમલ હતા. વળી હાંક તે પછી વાળાઓના હાથમાં ગયું, અને અર્જુનસિંહત્યારે રાજા હતો તે માનવું પડે છે,
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy