SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ 10. સૌરાષ્ટ્રને ઇતિહાસ રાહ માંડલિક 19 : ઈ. સ. ૧૨૬૦થી ઈ. સ. 1306. રાહ માંડલિકને યુવાન પિતા મરાઈ ગયે. અને રાજ્યને ભાર માંડલિકના શિરે આવે ત્યારે તે માત્ર ૧૪થી 15 વર્ષને હશે. તે પણ તેણે રાજ્યતંત્ર હાથમાં લીધું. લવજી : તેના પિતાના પ્રધાન કલ્યાણને પુત્ર લવજી દિલ્હીથી નિષ્ફળ થઈ ઓખા ગયે અને ત્યાંના રાઠેડોને ઉશ્કેરી જૂનાગઢના સમૃદ્ધ અને ધનાઢય રાજ્ય, ફળદ્રુપ અને રસાળ ભૂમિ, બાળક રાજા અને ફૂટેલા સરદારની વાત કરી. આથી ઓખાના રાઠોડે જૂનાગઢ પર આક્રમણ કર્યું. જગતસિંહ રાઠોડ : જગતસિંહ રાઠોડ એક બલવાન સૈન્ય લઈ જૂનાગઢ આવ્યું. મંત્રી મહીધરને સમાચાર મળ્યા કે રાઠોડે યાત્રાર્થે સેમિનાથ જાય છે. તેથી તેમણે તેમની પરણાગત કરી; પણ રાઠેઓએ રાજમહેલ ઘેરી લીધે તથા માંડલિકને કેદ કર્યો, પણ જૂનાગઢના સરદારેની શક્તિ તેમજ વફાદારીને પરિચય થતાં તેને તેની ભૂલ સમજાઈ. તેણે લવજીને ઠાર માર્યો તથા મહીધરની કુનેહથી વંથળીની જાગીર સ્વીકારી તે વંથળી ચાલે ગયે. તેણે રાહના મિત્ર રહેવાનું કબૂલ કર્યું. પંડિત નાનક: વિશળદેવના સમયમાં સેમેશ્વર મહાદેવને પૂજારી નાનક હતું. તે વડનગરના નાગર કુટુંબમાં કાપિકલ ગેત્રમાં જન્મ્ય હતું. તેના પિતાનું નામ ગોવિંદ, પિતામહનું નામ દીક્ષિત અને પ્રપિતામહનું નામ સેમેશ્વર હતું. ( 1-2. પંડિત નાનકની બે પ્રશસ્તિઓ છે. તેમાં પહેલીમાં વર્ષ કે તિથિ નથી. પણ બીજીમાં સં. 1328 (ઇ. સ. 1276) છે. પ્રથમ પ્રશસ્તિ પંડિતની પિતાની કરેલ જણાય છે. (પંક્તિ 16) પ્રથમ પ્રશસ્તિમાં તેની વંશાવલી છે. સોમેશ્વર ધર્ણોદ્ધારધૂરંધર (શ્રી. આચાર્ય તેને હેમચંદ્રસૂરિ સામે વિવાદ કરી આર્ય ધર્મની પ્રતિષ્ઠા ઉનત કરનાર માને છે. (પત્ની સીતા) આમંટ -- (યજ્ઞશાસ્ત્રમાં પ્રવીણ) (પતની સજજની) ગોવિંદ -- (સંન્યાસી થઈ ગયો.) ભગવાન જ નાનક મજણ ઉપાડી પતિ). - પુરુષોત્તમ તે પૂજારી એટલે માત્ર પૂજા કરનાર નહિ પણ રાજપુરોહિત, વેદપાઠી અને તીથને અધિકારી હતા. તેના વંશજો હાલ પણ વેરાવળમાં રહે છે અને વડનગરા નાગર હેવા છતાં “પુહિત” શાખ ધરાવે છે.
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy