SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૯૬૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન પરંતુ ધીમે ધીમે એ મહાસભા તરફ ખેંચાઈ અને લખનૌમાં હિંદના ભાવિ બંધારણની બાબતમાં એ બે સંસ્થાઓ વચ્ચે સમજૂતી થવા પામી. એ સમજૂતી કોંગ્રેસ લીગ પેજના” તરીકે ઓળખાય છે અને એમાં બીજી બધી વસ્તુઓ ઉપરાંત મુસ્લિમ લઘુમતી માટે અનામત રાખવાની બેઠકનું પ્રમાણ નક્કી કરવામાં આવ્યું. કોંગ્રેસ લીગ યેજના એ પછીથી ઉભય સંસ્થાઓને સંયુક્ત કાર્યક્રમ બની ગયું અને દેશની માગણી તરીકે તેને સ્વીકારવામાં આવ્યું. એમાં બૂવાઓનું એટલે કે મધ્યમ વર્ગના લોકેનું દૃષ્ટિબિંદુ રજૂ થતું હતું. તે કાળે માત્ર એ લેકમાં જ રાષ્ટ્રીય જાગૃતિ આવી હતી. એ યોજનાના પાયા ઉપર દેશમાં આંદોલન વધતું ગયું. મુસલમાનેમાં રાજકીય જાગૃતિ વધુ પ્રમાણમાં આવી અને મોટે ભાગે, અંગ્રેજે તુ સામે લડતા હતા તેથી અકળાઈને મહાસભા સાથે તેમણે મૈત્રી કરી. તુર્કી પ્રત્યેની તેમની સહાનુભૂતિ માટે તથા તે તેમણે ધગશપૂર્વક પ્રગટ કરી તે કારણે મોલાના મહમદઅલી તથા મૌલાના શૌકતઅલી નામના બે મુસલમાન આગેવાનોને યુદ્ધના આરંભકાળમાં નજરકેદ કરવામાં આવ્યા હતા. આરબ દેશે સાથેના તેમના સંબંધને કારણે મૌલાના અબુલ કલામ આઝાદને પણ નજરકેદ કરવામાં આવ્યા હતા. પિતાનાં લખાણને કારણે મૌલાના આઝાદ એ દેશમાં ખૂબ લોકપ્રિય હતા. આ બધાને કારણે મુસલમાનો છંછેડાયા અને ક્રોધે ભરાયા અને તેઓ સરકારથી વધુ ને વધુ દૂર ખસતા ગયા. હિંદમાં સ્વરાજ માટેની માગણી વધતી ગઈ એટલે બ્રિટિશ સરકારે અનેક પ્રકારનાં વચન આપ્યાં અને હિંદમાં તપાસકાર્ય શરૂ કર્યું. આથી લેકનું લક્ષ તેમાં પરોવાયું. ૧૯૧૮ના ઉનાળામાં તે સમયના વાઈસરૉય અને હિદી વજીર એ બંનેએ પિતાને સંયુક્ત હેવાલ રજૂ કર્યો. એ હેવાલમાં હિંદમાં સુધારાઓ તથા ફેરફારો કરવા માટેની કેટલીક દરખાસ્તને સમાવેશ થતું હતું. એ હેવાલને તે વખતના હિંદી વજીર તથા વાઈસરૉયના નામ ઉપરથી મેન્ટ–ફર્ડ હેવાલ કહેવામાં આવે છે. તરત જ, આ કામચલાઉ દરખાસ્ત ઉપર દેશભરમાં ભારે વાદવિવાદ જાગ્યો. મહાસભાએ જોરથી એનો વિરોધ કર્યો અને તેણે એને અધૂરી ગણી કાઢી. લિબરલેએ એ દરખાસ્તને આવકારી અને એ કારણે તેમણે મહાસભાને ત્યાગ કર્યો. મહાયુદ્ધ પૂરું થયું ત્યારે હિંદમાં આ સ્થિતિ હતી. સર્વત્ર પરિવર્તનની પ્રબળ અપેક્ષા દૃષ્ટિગોચર થતી હતી. રાજકીય બૅરેમીટરને પારે ચડવા લાગ્યું હતું અને વિનીતની પિચી પિચી, મીઠી મધુરી તથા કંઈક અંશે સાવચેતીભરી અને બિનઅસરકારક વાતને બદલે ઉદ્દામેના આત્મવિશ્વાસભર્યા, ઉગ્ર, સીધા અને લડકણા પિકાર ઊઠવા લાગ્યા. પરંતુ વિનીતે તેમ જ ઉદ્દા
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy