SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ યુરોપના નવા નક્શા ૧૦૭૧ એ મને રાજકારણની દૃષ્ટિથી અને સરકારના બહારના તંત્રને લક્ષમાં રાખીને વિચારતા હતા તથા વાતો કરતા હતા. પર ંતુ તેમની પીઠ પાછળ બ્રિટિશ સામ્રાજ્યવાદ દેશના આર્થિક જીવન ઉપર પોતાનો પંજો ચૂપકીદીથી મજબૂત કરી રહ્યો હતા. ૧૫૫. યુરોપના નવા નકો ૨૧ એપ્રિલ, ૧૯૩૩ મહાયુદ્ધની પ્રગતિ વિષે ટૂંકમાં વિચાર કર્યાં પછી આપણે રશિયન ક્રાંતિ જોવાને ગયાં અને ત્યાર પછી યુદ્ધકાળ દરમ્યાન હિંદની સ્થિતિ આપણે નિહાળી. હવે આપણે પાછાં યુદ્ધના અંત લાવનાર તહકૂખી પાસે પહેાંચીએ અને વિજેતાએ કેવી રીતે વર્યાં તે જોઈએ. જમની સંપૂર્ણ પણે જમીનદોસ્ત થઈ ગયું હતું. કૈઝર ત્યાંથી ભાગી ગયા હતા અને ત્યાં આગળ પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું હતું. આમ છતાંયે, જર્મન સૈન્યને બિલકુલ કમજોર બનાવી દેવાને માટે તહકૂમીમાં અનેક કડક શરતા કરવામાં આવી હતી. એ શરતે મુજબ જે પ્રદેશો ઉપર તેણે ચડાઈ કરી હતી તેમાંથી જન સૈન્યને નીકળી જવાનું હતું એટલું જ નહિ પણ આલ્સાસ-લૅૉરેનમાંથી તેમ જ રાઈન નદી સુધીના જ`ન પ્રદેશમાંથી પણ નીકળી જવાનું હતું. રાઈનના પ્રદેશના કાલેનની આસપાસના પ્રદેશને કબજો મિત્રસૈન્ય લેવાનું હતું. તેનાં અનેક યુદ્ધ જહાજો, તેની બધીયે સબમરીને તેમ જ હજારો ભારે તો, એરપ્લેન, આગગાડીનાં એંજિતા, મોટર લૉરી અને ખીજી ઘણી વસ્તુ જમનીએ આપી દેવાની હતી. ઉત્તર ક્રાંસના કેમ્પેઈન નામના જંગલમાં જે સ્થળે એ તહમૂખી ઉપર સહીઓ થઈ ત્યાં આગળ એક સ્મારક ઊભું કરવામાં આવ્યું છે. એ સ્મારક ઉપર આ વાક્ય લખવામાં આવ્યું છે : 65 જેમને તે ગુલામ અનાવવા ચહાતું હતું તે સ્વત ંત્ર પ્રજાએથી પરાજિત થઈને જમનાનું ગુનાહિત અભિમાન ૧૯૧૮ની સાલના નવેમ્બર માસની ૧૧મી તારીખે આ સ્થળે ગળી ગયું.” કઈ નહિ તે ઉપલક દૃષ્ટિએ જોતાં જર્મન સામ્રાજ્યના ખરેખર અત આવી ગયા હતા અને પ્રશિયાનું લશ્કરી ધમંડ શરમિંદું પડયું હતું. એની પહેલાં રશિયન સામ્રાજ્ય પણ નામશેષ થયું હતું અને જેના ઉપર તેણે લાંબા વખત સુધી ગેરવર્તાવ ચલાવ્યેા હતો તે રગમચ ઉપરથી રેસમેનના વંશ જતા રહ્યો. મહાયુદ્ધે વળી એક ત્રીજા સામ્રાજ્યને આસ્ટ્રિયા-હંગરીના
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy