SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ યુદ્ધકાળનું હિંદ ૧૦૧૯ પણ તેમાં રસ નહોતે. આમ, કહેવાતા વિનીતે તથા ઉદ્દામે એ બંને વત્તેઓછે અંશે, એક જ વર્ગના, “ભૂર્ગવા ”ઓના વર્ગના પ્રતિનિધિઓ હતા. વિનીતે મૂડીભર તવંગર લેકના તથા સરકારી નોકરીની સીમા ઉપર રહેનારા લોકોના પ્રતિનિધિ હતા અથવા કહોને કે તેઓ કેવળ પિતાના જ પ્રતિનિધિઓ હતા. ઉદ્દામે પ્રત્યે મેટા ભાગના મધ્યમ વર્ગના લેકની સહાનુભૂતિ હતી અને તેમના દળમાં અનેક બુદ્ધિજીવી બેકારોનો સમાવેશ થતો હતો. આ બુદ્ધિજીવીઓએ (અહીં મારી કહેવાની મતલબ વત્તેઓછે અંશે શિક્ષિત લેકે છે.) પિતાના પક્ષનું વલણ કડક બનાવ્યું તેમ જ ક્રાંતિકારીઓના દળમાં પણ તેમણે રંગરૂટોને ફાળો આપે. વિનીતે તથા ઉદ્દામનાં ધ્યેયે તેમ જ આદર્શો વચ્ચે ભારે તફાવત નહે. બંને બ્રિટિશ સામ્રાજ્યમાં રહીને સ્વરાજ્ય પ્રાપ્ત કરવાની વાત કરતા હતા અને બંને તાપૂરતે એને છેડે અંશ પણ સ્વીકારવા તૈયાર હતા. હા, એટલું ખરું કે વિનીતને મુકાબલે ઉદ્દામ કંઈક વધારે માગતા હતા અને માગણી માટે વધારે કડક ભાષા વાપરતા હતા. મૂઠીભર ક્રાંતિકારીઓ તે અલબત સંપૂર્ણ સ્વતંત્રતા માગતા હતા પરંતુ મહાસભાના આગેવાનો ઉપર તેમનો ઝાઝો પ્રભાવ નહોતે. વિનીતે તથા ઉદ્દામ વચ્ચેનું મહત્ત્વને ભેદ આ હતઃ પહેલે માલમિલકત ધરાવનારાઓ તથા તેમના ઉપર આધાર રાખનારા ઉપજીવીઓને પક્ષ હતું જ્યારે ઉદ્દામના દળમાં માલમિલક્ત વિનાના લેકે પણ હતા. વળી તે વધારે ઉદ્દામ વલણનો પક્ષ હેવાથી સ્વાભાવિક રીતે જ દેશના યુવકવર્ગને તેણે પિતાના તરફ આકર્ષે. એમાંના ઘણાખરા યુવાનો તે એમ જ સમજતા હતા કે આકરી ભાષાને પ્રગ એ સક્રિય કાર્યની પૂરતી ગરજ સારે છે. પરંતુ આ બધાં વ્યાપક વિધાને ઉભય પક્ષની બધી જ વ્યક્તિઓને નથી લાગુ પડતાં. દાખલા તરીકે, નેપાળકૃષ્ણ ગોખલે એ વિનીતેના ભારે શક્તિશાળી અને આત્મભોગ આપનાર આગેવાન હતા. વળી એ માલમિલકતવાળા ખચીત નહોતા. એમણે જ ભારતસેવક સંઘ નામની સંસ્થા સ્થાપી હતી. પરંતુ વિનીતે કે ઉદ્દામ એ બંનેને સાચા અકિંચન લેકે સાથે એટલે કે ખેડૂતે તથા મજૂર સાથે કરશે સંબંધ નહે. પરંતુ લેકમાન્ય ટિળક પોતે આમજનતામાં લેકપ્રિય હતા. ૧૯૧૬ની મહાસભાની લખનૌની બેઠક બીજી એક એકતા માટે – હિંદુ-મુસલમાનોની એકતા માટે પણ યાદગાર છે. મહાસભા હમેશાં રાષ્ટ્રીયતાના પાયાને ચુસ્તપણે વળગી રહી હતી પરંતુ વાસ્તવમાં પ્રધાનપણે એ હિંદુ સંસ્થા હતી, કેમ કે તેમાં ઘણી મોટી બહુમતી હિંદુઓની હતી. મહાયુદ્ધ પહેલાં થોડાં વરસ ઉપર, કંઈક અંશે સરકારની દેરવણીથી પ્રેરાઈને મુસલમાનના બુદ્ધિજીવી વગેરે મુસ્લિમ લીગ નામની પિતાની એક અલગ સંસ્થા સ્થાપી હતી. મુસલમાનોને મહાસભાથી અળગા રાખવાને એ સંસ્થાને આશય હતો
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy