SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદમાં વિચહે અને વિપ્લવ આમ અંગ્રેજો હિંદમાં ચાલી રહેલી ઐતિહાસિક પ્રક્રિયાના નિમિત્તરૂપ બન્યા. એ પ્રક્રિયા ચૂડલ હિંદને પલટીને તેને આધુનિક પ્રકારનું ઔદ્યોગિક મૂડીવાદી રાજ્ય બનાવવાની હતી. આ વસ્તુની ખુદ અંગ્રેજોને પિતાને પણ ખબર નહતી અને તેમની સામે લડનારા અનેક હિંદી રાજાઓને તે સાચેજ એની કશીયે ગતાગમ નહતી. જેના દિવસો ભરાઈ ચૂક્યા હોય તે વ્યવસ્થા 'ભાગ્યે જ કાળબળ પારખી શકે છે, પોતે પિતાને હેતુ તથા કાર્ય પાર પાડ્યાં છે અને ઈતિહાસની પ્રબળ ઘટનાઓ તેને અઘટિત રીતે પાછા હઠવાની ફરજ પાડે તે પહેલાં જ શોભામાં રહીને તે ભાગ્યે જ નિવૃત્ત થઈ જાણે છે, ઇતિહાસને બધ પણ તે ભાગ્યે જ સમજે છે તથા કોઈકે કહ્યું છે તેમ તેને “ઈતિહાસની કચરાપેટીમાં ફેંકી દઈને દુનિયા આગળ વધે છે એની તેને ભાગ્યે જ ખબર હોય છે. એ જ રીતે હિંદની ક્યૂડલ વ્યવસ્થા પણ આ બધું ન સમજી અને અંગ્રેજોનો તેણે નિષ્ફળ સામનો કર્યો. એ જ રીતે, હિંદ તથા પૂર્વના બીજા દેશો માંહેના અંગ્રેજે પોતાના તેમ જ પોતાના સામ્રાજ્યના દિવસે હવે ભરાઈ ચૂક્યા છે તથા બ્રિટિશ સામ્રાજ્યને નિર્દયપણે ઇતિહાસની કચરાપેટીમાં ફેંકી દઈને જગત આગળ વધી રહ્યું છે એ વસ્તુ નથી સમજતા. પરંતુ અંગ્રેજે દેશમાં પિતાના પગ પ્રસારી રહ્યા હતા તે સમયની હિંદની પ્રચલિત ક્યૂડલ વ્યવસ્થાએ વિદેશીઓને હાંકી કાઢીને સત્તા હાથ કરવાને એક આખરી પ્રયત્ન કર્યો. આ પ્રયાસ તે ૧૮૫૭ને મહાન વિપ્લવ. આખા દેશમાં અંગ્રેજો સામે ભારે અસંતોષ અને બેદિલી પ્રવર્તી રહ્યાં હતાં. ઇસ્ટ ઈન્ડિયા કંપનીની નીતિ તે કેવળ પૈસા પેદા કરવા સિવાય બીજું કશું ન કરવાની હતી અને તેના ઘણાખરા અમલદારોના અજ્ઞાન તથા લૂંટાર વૃત્તિમાં એ નીતિને ઉમેરે થવાને પરિણામે દેશમાં ચોમેર દુઃખ અને હાડમારી ફેલાયાં, બ્રિટિશ હિંદના લશ્કરને પણ એની અસર પહોંચી. અને તેમાં નાનાં નાનાં અનેક બંડે થયાં. જ્યુડલ સરદારે તેમ જ તેમના વંશજો સ્વાભાવિક રીતે જ તેમના નવા સ્વામીઓ પરત્વે રોષની લાગણી સેવી રહ્યા હતા. એટલે ગુપ્ત રીતે એક મોટા બળવાની યેજના કરવામાં આવી. આ પેજના ખાસ કરીને યુક્ત પ્રાંત અને મધ્ય પ્રાંતના આખા પ્રદેશમાં ફેલાવા પામી હતી. પરંતુ હિંદીઓ શું કરે છે તથા વિચારે છે એ બાબતમાં અહીંના અંગ્રેજો એટલા બધા અજાણ હોય છે કે સરકારને એની જરા સરખી ગંધ પણ ન આવી. બધાં સ્થળોએ એકી સાથે બળવો શરૂ કરવાની તારીખ પણ નક્કી કરવામાં આવી હતી. પરંતુ મીરતની કેટલીક હિંદી ટુકડીઓએ ઉતાવળ કરી અને નિયત સમય પહેલાં જ ૧૮૫૭ની સાલના મે મહિનાની ૧૦મી તારીખે તેણે બંડ કર્યું. આ કવેળાના બંડથી બળવાના નાયકની બાજી ઊંધી વળી ગઈ. કેમકે એથી કરીને સરકાર સાવચેત બની. એમ છતાંયે આખા યુક્ત પ્રાપ્ત
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy