________________
- ૬૪
જગતના ઇતિહાસનુ` રેખાદર્શન
નફાકારક સાદો થયા હોય તેમ એ કા માટે અંગ્રેજ અમલદારોને બક્ષિસ તરીકે પૈસા આપવામાં આવ્યા. એ રીતે ત્યાંના એજેંટ સર ચાર્લ્સ નેપિયરને લગભગ સાત લાખ રૂપિયા મળ્યા ! પછી એ સમયના હિંદુસ્તાને દગાબાજ અને નસીબ અજમાવનારા સાહસખાર અંગ્રેજોને આકર્ષ્યા એમાં નવાઈ પામવા જેવું કંઈ જ નથી.
૧૮૫૬ની સાલમાં અયેાધ્યા પ્રાંતને પણ ખાલસા કરવામાં આવ્યે. એ સમયે ત્યાંના રાજ્યવહીવટમાં ભારે અ ંધેર પ્રવતું હતું. થાડાક સમયથી ત્યાંના રાજકર્તાએ નવાબ કહેવાતા હતા. મૂળે તો દિલ્હીના મેાગલ બાદશાહ અયે ધ્યાના પોતાના સૂબા તરીકે આ નવાબને નીમતા, પરંતુ મેગલ સામ્રાજ્ય નબળું પડતાં અયેાધ્યા પ્રાંત સ્વતંત્ર થઈ ગયા. પરંતુ તેની સ્વતંત્રતા લાંખા કાળ ટકી નહિ. પાછળના નવામેા તદ્દન નમાલા અને ચારિત્ર્યહીન હતા અને તેઓ કઈ સારું કાર્ય કરવા માગતા હોય તેપણ ઇસ્ટ ઇન્ડિયા ક ંપનીની દખલને કારણે તે તેમ કરવા અસમર્થ હતા. તેમના હાથમાં સાચી સત્તા રહી નહાતી અને અયેાધ્યાના આંતરિક વહીવટમાં અંગ્રેજોને જરા સરખા પણુ રસ નહોતો, એટલે અયેાધ્યા છિન્નભિન્ન થઈ ગયું અને અનિવાર્ય પણે તે બ્રિટિશ સામ્રાજ્યના એક ભાગ બની ગયું.
વિગ્રહ અને પ્રદેશો ખાલસા કરવાને વિષે મેં ઘણું કહ્યુ અને સંભવ છે કે એ વિષે મે તને વધારે પડતું પણ કહી નાખ્યું હાય. પરંતુ એ તે જે મહાન પ્રક્રિયા ચાલી રહી હતી અને હજી ભવિષ્યમાં પણ અચૂકપણે ચાલુ રહેવાની હતી તેનાં કેવળ ઉપર ઉપરનાં ચિહ્ન હતાં. બ્રિટિશ આવ્યા તે પહેલાં કેટલાયે વખતથી હિંદની આર્થિક વ્યવસ્થા પડી ભાગવાની ક્રિયા શરૂ થઈ ચૂકી હતી. ક્યૂડલ વ્યવસ્થા તૂટવા લાગી હતી અને એ સમયે હિંદમાં વિદેશીએ ન આવ્યા હોત તાપણુ એ વ્યવસ્થા લાંખા કાળ ટકવાની નહોતી. યુગ્રૂપની પેઠે અહીં પણ તેને બદલે જેમાં ઉત્પાદન કરનારા નવા વર્ગોના હાથમાં વધારે સત્તા હોય એવી વ્યવસ્થા ધીમે ધીમે પેદા થવા પામી હોત. પરંતુ આવા ફેરફાર થવા પામે તે પહેલાં અને જૂની વ્યવસ્થા પડી ભાગવાની શરૂઆત જ થઈ હતી તેવામાં અંગ્રેજો અહીં આવ્યા અને ઝાઝી મુશ્કેલી વિના તેમણે એ ભંગાણુમાં પગપેસારો કર્યાં. હિંદમાં તેઓ જે રાજકર્તાએ જોડે લડયા અને જેમને તેમણે હરાવ્યા તે અસ્ત થતા યુગના માનવી હતા. ભાવીના તેઓ સાચા વારસા નહેતા. આમ, આવા સજોગોમાં અંગ્રેજો અચૂકપણે વિજયી થાય એમ હતું. હિંદમાં ફ્યૂડલ વ્યવસ્થાના પતનને તેમણે વેગ આપ્યા અને છતાં વિચિત્ર વાત તો એ છે કે, — જે આપણે આગળ ઉપર જોઈશું — તેમણે તેનું બહારનું સ્વરૂપ ટકાવી રાખવાને પ્રયત્ન કર્યાં અને એ રીતે હિંમાં નવી વ્યવસ્થા સ્થાપવાની દિશામાં પ્રગતિ કરવાના માર્ગમાં અંતરાય ઊભા કર્યાં.
-