SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ २०७०३ જગતના ઇતિહાસનું રેખાદર્શન તથા દિલ્હીમાં અને અમુક અંશે બિહાર અને મધ્ય હિંદમાં બળ પ્રસર્યો. એ કેવળ લશ્કરી બળ નહોતે પણ એ પ્રદેશના અંગ્રેજોની સામેનું એ પ્રજાકીય બંડ હતું. મહાન મેગલના વંશના છેલ્લા રાજા બહાદુરશાહને કેટલાકેએ બાદશાહ તરીકે જાહેર કર્યો. તે શક્તિહીન વયેવૃદ્ધ પુરુષ કવિ હતે. બળવો તિરસ્કૃત પરદેશીઓ સામેના સ્વાતંત્ર્ય યુદ્ધમાં પરિણમ્યું. પરંતુ એ જુનવાણી તથા આપખુદ બાદશાહના આધિપત્યવાળું સ્વાતંત્ર્ય હતું. એમાં સામાન્ય જનસમૂહના સ્વાતંત્ર્યને કશું સ્થાન નહોતું. આમ છતાંયે એ વિપ્લવમાં જનતામાંથી સંખ્યાબંધ માણસે જોડાયા; કેમકે બ્રિટિશેના આગમનને કારણે તેમની દુર્દશા થવા પામી છે તથા તેઓ ગરીબ થઈ ગયા છે એમ તેઓ માનતા હતા. વળી કેટલેક ઠેકાણે મોટા મોટા જમીનદારને તેમના ઉપર કાબૂ હતું તે કારણે પણ તેઓ એમાં જોડાયા. ધાર્મિક દુશ્મનાવટે પણ તેમને એમાં પ્રેર્યા. આ વિગ્રહમાં હિંદુ તેમ જ મુસલમાન બંનેએ પૂરેપૂરે ભાગ લીધે. ઉત્તર તેમજ મધ્ય હિંદમાં બ્રિટિશ અમલ ઘણું મહિનાઓ સુધી ડાલમડોલ સ્થિતિમાં રહ્યો. પરંતુ બળવાનું ભાવિ હિંદીઓએ પિતે જ નકકી કર્યું. શીખ અને ગુરખાઓએ અંગ્રેજોને ટેકે આયે. દક્ષિણમાં નિઝામ અને ઉત્તરમાં શિંદે તથા બીજાં ઘણું દેશી રાજ્ય અંગ્રેજોને પડખે ઊભાં રહ્યાં. આવી ફાટફૂટ ઉપરાંત ખુદ બળવાનાં મૂળમાં પણ તેની નિષ્ફળતાના બીજ મેજૂદ હતાં. જેના દિવસે ભરાઈ ચૂક્યા હતા તે ધ્યેયને માટે – ક્યડલ વ્યવસ્થા ટકાવી રાખવાને માટે એ બળવો હત; એમાં સારી નેતાગીરી નહોતી, સારું સંગઠન મહેતું તથા મહેમાંહે આખો સમય રકઝક અને કજિકંકાસ ચાલ્યા કરતાં હતાં. કેટલાક બંડખરેએ અંગ્રેજોની ઘાતકી રીતે કતલ કરીને પણ પિતાના ધ્યેયને મલિન કર્યું. આ હેવાનિયતભર્યા વર્તનથી સ્વાભાવિક રીતે જ હિંદના અંગ્રેજો કડક બન્યા અને તેમણે એનું એ જ રીતે પણ હજારગણું વેર વાળ્યું. ખાસ કરીને અંગ્રેજ સ્ત્રીપુરુષે તેમ જ બાળકની કાનપુરમાં કરવામાં આવેલી કતલથી અંગ્રેજે અતિશય છે છેડાયા હતા. એમ કહેવાય છે કે તેમની સલામતી માટે તેમને વચન આપ્યા પછી પેશવાના વંશજ નાના સાહેબે વિશ્વાસઘાત કરીને તેમની કતલ કરવાનો હુકમ આપે હતે. કાનપુરમાં એના સ્મારકને કૃ એ ભીષણ અને કરુણ ઘટનાની યાદ આપે છે. દૂર દૂર ઘણાં સ્થાનોમાં લોકોનાં ટોળાંઓએ અંગ્રેજોને ઘેરી લીધા હતા. કેટલીક વાર તેમના પ્રત્યે સારો વર્તાવ રાખવામાં આવતે એ ખરું, પરંતુ સામાન્ય રીતે તે તેમના પ્રત્યે અઘટિત વર્તન દાખવવામાં આવતું. ભારે મુશ્કેલીઓની સામે પણ તેઓ સારી રીતે અને બહાદુરીથી લડ્યા. લખનૌને ઘેરે અંગ્રેજોની હિંમત અને સહનશીલતાના નમૂના તરીકે તરી આવે છે. એમાં ઉષ્ટ્રામ અને હેવલેકનાં નામે ખાસ કરીને નોંધપાત્ર છે. ૧૮૫૭ના
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy