SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨૧ જગતના ઇતિહાસનું રેખાદર્શન હતું તેનું હજીયે ભાન નહોતું અને તેણે પેટ્રોગ્રાડ પાછા ફરવાનો પ્રયત્ન કર્યો. રેલવેના કામદારોએ માર્ગમાં જ તેની ગાડી અટકાવી. ઝારીના એ વખતે પેટ્રોગ્રાડના એક પરામાં રહેતી હતી. તેણે ઝાર ઉપર તાર કર્યો. “જેને તાર કરવામાં આવ્યું છે તેનું ઠામ ઠેકાણું જાણમાં નથી” એવી પેન્સિલથી કરેલી નેંધ સાથે એ તાર તારઓફિસમાંથી પાછા આવ્યો ' લડાઈને ખરા ઉપરના સેનાપતિઓ તથા પેટ્રોગ્રાડમાંના વિનીત નેતાઓએ આ બધા ફેરફારોથી ગભરાઈને અને સર્વનાશમાંથી કંઈક બચાવી લેવાની આશાથી ઝારને ગાદીત્યાગ કરવાની વિનંતિ કરી. એ મુજબ ઝારે ગાદીત્યાગ કર્યો અને પિતાને સ્થાને તેના એક સગાને નીખે. પરંતુ રશિયામાં હવે કારને માટે સ્થાન રહ્યું નહોતું અને ૩૦૦ વરસના આપખુદ શાસન પછી રોમેનૌફને વંશ રશિયાની રંગભૂમિ હમેશને માટે છોડી ગયે. ઉમરાવ વર્ગ, જમીનદારે, ઉપલી કક્ષાના મધ્યમ વર્ગના લેક તેમ જ વિનીત સુધારક પણ મજૂર વર્ગના આ ઉત્પાત તરફ ભય અને ગમગીનીભરી દૃષ્ટિથી જોતા હતા. જેના ઉપર તેઓ આધાર રાખતા હતા તે લશ્કરને પણ મજૂરોની સાથે ભળી ગયેલું જેઈને તેઓ અસહાય બની ગયા. ક્યા પક્ષને વિજય થશે એ બાબતમાં તેઓ હજી નિશ્ચય પર નહોતા આવ્યા. કેમ કે લડાઈના મેખર ઉપરથી પિતાનું સૈન્ય લઈને ઝાર આવે અને બળવાને કચરી નાખે એ સંભવિત હતું. આમ એક બાજુએ કામદારોને ડર અને બીજી બાજુએ ઝારને ભય તથા પિતાની જાતને ઉગારી લેવાની વધારે પડતી ચિંતા – એણે તેમની દશા દયાજનક કરી મૂકી. જમીનદાર વર્ગ તથા ઉપલા થરના “ભૂવા” એટલે કે મધ્યમ વર્ગનું પ્રતિનિધિત્વ ધરાવનાર ડૂમા પણ ત્યાં હતી. કામદારે પણ કંઈક અંશે તેના તરફ નજર કરતા હતા. પરંતુ આ કટોકટીમાં આગેવાની લેવાને બદલે કે બીજું કંઈક કરવાને બદલે તેને પ્રમુખ તથા તેના સભ્ય ભયથી કાંપતા બેસી રહ્યા અને શું કરવું એને નિર્ણય ન કરી શક્યા. | દરમ્યાન સેવિયેટની રચના કરવામાં આવી. એના મજૂર પ્રતિનિધિઓમાં સૈનિકોના પ્રતિનિધિઓને ઉમેરવામાં આવ્યા. અને એ નવા સેવિયેટે વિશાળ રીડ મહેલની એક બાજુને કબજે લીધો. એને અમુક ભાગ ડૂમાએ રોક્યો હતા. મજૂરો તથા સિનિકે તે પિતાના વિજયના ઉત્સાહથી ઊભરાતા હતા. પરંતુ પછી પ્રશ્ન ઊઠયો કે હવે તેમણે એનું શું કરવું ? તેમણે સત્તા તે હાથ કરી પણ હવે એને અમલ કેણે કરે? તેમને એ ખ્યાલ ન આવ્યું કે સેવિયેટ પિતે જ એ કાર્ય કરે; “ભૂર્ગવા” લેકેએ સત્તાનાં સૂત્રે લેવાં જોઈએ એવું તેમણે માની લીધું. આથી સોવિયેટનું પ્રતિનિધિ મંડળ તેને શાસનકાર્ય શરૂ કરવાનું કહેવાને ડૂમા સમક્ષ ગયું. ડૂમાના પ્રમુખ તથા સભ્યએ માન્યું કે તેમની ધરપકડ કરવાને એ પ્રતિનિધિમંડળ આવ્યું છે ! સત્તાને જે તેમના
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy