SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ રશિયામાંથી ઝારશાહીને અત ૧૦૨૫ એ પછીને ૧૧મી માર્ચને દિવસ રવિવાર છે. કામદારે શહેરના મધ્ય ભાગમાં એકત્ર થાય છે, પોલીસે ગુપ્ત જગ્યાએ સંતાઈને તેમના ઉપર ગોળી ચલાવે છે. કેટલાક સૈનિકે પણ લે કે ઉપર ગોળીબાર કરે છે, આથી તેઓ એ પલટણની બરાક આગળ પહોંચે છે અને ત્યાં આગળ કડવી ફરિયાદ કરે છે. એ પલટણનું હૃદય પીગળે છે અને તે પોતાના નીચલા દરજજાના અમલદારની સરદારી નીચે લેકેનું રક્ષણ કરવાને આવે છે. તે પોલીસ ઉપર ગોળીબાર કરે છે. એ પલટણની ધરપકડ કરવામાં આવે છે પણ હવે એ માટેને સમ વીતી ગયેલ હોય છે. બીજી પલટણેમાં પણ બળવાને પવન ફેલાય છે અને ૧૨મી માર્ચે તેઓ પણ પિતાની બંદૂકે તથા મશીનગન સાથે બહાર પડે છે. મહેલ્લાઓમાં સખત ગોળીબાર થાય છે પરંતુ કાણુ કેના ઉપર ગોળીબાર કરતું હતું એ કહેવું મુશ્કેલ છે. પછીથી સૈનિકે અને કામદારે જઈને કેટલાક પ્રધાન (બીજાઓ નાસી ગયા હોય છે.), પિલીસે તથા જાસૂસી ખાતાના માણસની ધરપકડ કરે છે. અને કેદમાં પડેલા જૂના રાજદ્વારી કેદીઓને છુટકારે કરે છે. પેટેગ્રાડમાં ક્રાંતિને વિજય થયો હતે. થેડા જ વખતમાં મૅસ્કોએ પણ એ જ માર્ગ લીધે. ગામડાંઓ આ ફેરફારે નિહાળી રહ્યાં હતાં. ધીમે ધીમે ખેડૂત વર્ગે પણ આ નવી વ્યવસ્થાને સ્વીકાર કર્યો પણ તે કશાયે ઉત્સાહ વિના. તેમને તે માત્ર બે જ વસ્તુની પડી હતી. જમીનની માલિકી કાયમ રાખવી અને સુલેહશાંતિ પ્રાપ્ત કરવી. અને ઝારનું શું ? આ મહત્ત્વપૂર્ણ દિવસમાં ઝારની શી સ્થિતિ હતી? તે પેઢાડમાં નહે. તે દૂર દૂરના એક નાનકડા કઆમાં હતું અને સરસેનાપતિ તરીકે ત્યાંથી પિતાના સૈન્યને દોરવણી આપી રહ્યો હતો એમ માનવામાં આવતું હતું. પરંતુ તેના દિવસે ભરાઈ ચૂક્યા હતા અને વધારે પાકી ગયેલા ફળની પેઠે લગભગ લોકોની નજર બહાર તે ખરી પડ્યો. મહા સમર્થ ઝાર, જેની આગળ લાખ માણસે ધ્રુજી ઊઠતાં તે સમગ્ર રશિયાને મહાન આપખુદ રાજકર્તા, “હેલી રશિયા” (પવિત્ર રશિયા)નો “લીટલ ફાધર' (નાનો પ્રભુ). ઈતિહાસની કચરાપેટીમાં” અલેપ થઈ ગયે. વિધિનિર્મિત પિતાનું કાર્ય પૂરું કર્યા પછી તથા તેમના દિવસે ભરાઈ ચૂક્યા પછી મહાન વ્યવસ્થાઓ કેવી પડી ભાગે છે એ ખરેખર આશ્ચર્યજનક બીના છે. પેટ્રેઝાડમાં કામદારોની હડતાલ અને રમખાણે વિષે ઝારે જાણ્યું ત્યારે તેણે લશ્કરી કાયદે જાહેર કરવાને હુકમ આપે. ત્યાં આગળના સત્તા ઉપરના સેનાપતિએ લશ્કરી કાયદે વિધિપૂર્વક જાહેર તે કર્યો પરંતુ શહેરમાં એ જાહેરાતની દાંડી ન પિટાઈ કે ન તે જાહેર સ્થાનેએ ચુંટાડવામાં આવી કેમ કે એ કામ કરનાર કોઈ હતું જ નહિ! સરકારનું તંત્ર સાવ છિન્નભિન્ન થઈ ગયું હતું. ઝારને તે શું બની રહ્યું
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy